કોરોનાના સંકટ વચ્ચે આશાનું કિરણ બન્યું યોગ : દેશવાસીઓને PM મોદીનું સંબોધન

આજે 7મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો છે. વડાપ્રધાને કહ્યું આજે જ્યારે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે, તો યોગ આશાનું કિરણ બની રહ્યો છે. બે વર્ષથી ભલે દુનિયામાં અને ભારતમાં સાર્વજનિક રીતે કાર્યક્રમ આયોજિત ના કરાતો હોય, પરંતુ યોગ દિવસ પ્રત્યેનો ઉત્સાહ ઓછો નથી થયો.

કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી ત્યારે કોઈ દેશ તેના માટે તૈયાર નહોતો,  આવા કઠીન સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું

કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે, જ્યારે કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી હતી, ત્યારે કોઈ દેશ, સાધનો, સામર્થ્યથી અને માનિસિક અવસ્થાથી, તેના માટે તૈયાર નહોતો. આપણે સૌએ જોયું કે આવા કઠીન સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું.

યોગનું પ્રથમ પર્યાય સંયમ અને અનુશાસન છે. એને લોકો પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. કોરોનાનો આ અદૃશ્ય વાયરસ જ્યારે વિશ્વમાં આવ્યો ત્યારે કોઈપણ દેશ માનસિક રીતે તૈયાર ન હતો, એવામાં યોગ આત્મબળનું મોટું માધ્યમ બન્યો.હું જ્યારે ફ્રન્ટલાઈન વર્કર સાથે વાત કરું છું ત્યારે તેઓ કહે છે કે તેમણે કોરોના સામેની લડાઈમાં યોગને સુરક્ષા-કવચ બનાવ્યું છે. ડોક્ટરોએ યોગથી પોતાને પણ મજબૂત કર્યા અને પોતાના દર્દીઓને ઝડપથી સાજા કરવામાં એનો ઉપયોગ કર્યો. આજે હોસ્પિટલમાંથી ઘણી તસવીરો આવે છે, જેમાં ડોક્ટર, નર્સ દર્દીઓને યોગ શીખવી રહ્યા છે.

ગીતામાં કહેવાયું છે કે વિયોગથી મુક્તિને જ યોગ કહેવાય છે. બધાને સાથે લઈને ચાલનારી આ યોગ યાત્રાને આપણે આવી રીતે જ આગળ વધારવાની છે. કોઈપણ સ્થાન, પરિસ્થિતિ કે ઉંમર હોય, યોગમાં બધાનું સમાધાન છે. આજે વિશ્વમાં યોગ સંસ્થાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં યોગના મૂળભૂત સિદ્ધાંતોને દરેક લોકો સુધી લઈ જવાનું કામ જરૂરી છે. આપણે યોગનો સંકલ્પ લેવાનો છે અને પોતાના લોકોને એમાં જોડવાના છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું,દુનિયાના ઘણાં દેશો માટે યોગ દિવસ સદીઓ જૂનો સાંસ્કૃતિક પર્વ નથી. આ મુશ્કેલ સમયમાં લોકો તેને ભૂલી શક્યા હોત, તેની ઉપેક્ષા કરી શક્યા હોત. પરંતેનાથી અલગ, લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે, યોગથી પ્રેમ વધ્યો છે.જ્યારે ભારતે યુનાઈટેડ નેશનમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નો પ્રસ્તાવ રાખ્યો હતો, તો તેની પાછળ એ જ ભાવના હતી, કે આ યોગ દુનિયા માટે ફાયદાકારક છે. આજે આ દિશામાં ભારતે યુનાઈટડ નેશન, ડબ્લ્યુએચઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે દુનિયાને એમ-યોગા એપની શક્તિ મળવા જઈ રહી છે. આ એપમાં કોમન યોગ પ્રોટોકોલ પર યોગ પ્રશિક્ષણની ઘણા વિડીયો દુનિયાની અલગ-અલગ ભાષામાં ઉપલબ્ધ હશે.

કરો યોગ રહો નિરોગ | અબતક ચાય પે ચર્ચા | International Yoga Day

ઉલ્લેખનીય છે કે આ વર્ષે યોગ દિવસની થીમ, યોગ ફોર વેલનેસ છે, જે શારીરિક અને માનસિક કલ્યાણ માટે યોગના અભ્યાસ પર કેન્દ્રીત છે. કોરોના સંક્રમણના કારણે યોગ દિવસ પર મોટાભાગના કાર્યક્રમ વર્ચ્યુઅલી આયોજિત થયા છે.

 

મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને કર્યા યોગા

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી આજે વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. “હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત થીમ ઉપર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આજના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેને છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગા કર્યા હતા.

અમિત શાહના હસ્તે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ ઓવરબ્રિજનું લોકાર્પણ

અમિત શાહના હસ્તે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ ઓવરબ્રિજનું લોકાર્પણ