Abtak Media Google News

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ગુજરાત સાયન્સ કાર્નિવલ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાયો: ૧૦૦થી વધુ શાળાના સાત હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સીટીમાં આયોજીત ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દ્રિ દિવસીય સાયન્સ કાર્નિવલ ૨૦૧૮ માં ૧૦૦ થી પણ વધુ શાળાના સાત હજાર વિર્ધાીઓ વિવિધ ઔધોગિક એકમો તા કોલેજના વિર્ધાીઓએ ભાગ લીધો છે. શાળાના બાળકો દ્વારા કૌશલ્ય પૂર્ણ પ્રોજેક્ટ પ્રદશિત કરવામાં આવે છે. એન્જીનીયરીંગ કોલેજના વિર્ધાીઓ દ્રારા ઇનોવેટીવ આઇડીયા મોડેલના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિવિધ ઇન્ડ્રસ્ટ્રીઝના એન્જીનીયર દ્વારા નવીન સંશોધનો ટેકનોલોજી નમુના રોબોટીક્સ રજુ કરવામાં આવ્યા છે તે સો સ્કુલના વિર્ધાીઓ માટે સાયન્સ ક્વીઝ,લેન ગેમીંગ જેવી પ્રતિયોગીતાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

સાંકળચંદ પટેલ વિધાધામ ખાતે લાઇવ વોલ પેઇન્ટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ જેટલા ચિત્રકારોએ ભાગ લીઘો હતો.ચિત્રકારોની લાઇવ પેઇન્ટીંગ કળા જોઇને સર્વે મંત્રમુગ્ધ બની ગયા હતા. વિસનગરની સૌી મોટી અને અધતન નતુન જનરલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. હોસ્પિટલના નેજા હેઠળ મહારક્તદાન શિબિર પણ યોજાઇ હતી.સર્વ રોગ નિદાન કેમ્પમાં આશરે ૨૫૦ જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં સંજીવની ર ટીમ દ્વારા મહિલાઓ માટે ગર્ભાશયનું કેન્સર,સ્તનના સ્ક્રીનીંગ કરી જાણકારી આપી તેનું  નિદાન કરવામાં આવ્યું હતું.રક્તદાન કેમ્પમાં આશરે ૫૦૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રકૃતિના રહસ્યો સગવડોની શોધ અને દેશના વિકાસ માટે યુવાનોમાં જીજ્ઞાસાવૃતિ જેવા ગુણો વિકસે અને તે માટે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સક્રીય પ્રયાસો હા ધર્યા છે.મહેસાણા ખાતે ૬૯મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમના ભાગ રૂપે આજે વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮નું ઉદ્ધાટન કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે , ગુજરાતમાં ચાર ઝોનમાં પાટણ,ભુજ,વડોદરા અને રાજકોટ ખાતે પ્રાદેશિક  સાયન્સ મ્યુઝિયમના નિર્માણનો નિર્ણય કર્યો છે.પરિણામે યુવાનોમાં સર્જનાત્મક ઇનોવેશન ડિઝાઇન,ડિઝાઇન લેબ.બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં યુવાનો આગળ વધીને નવી પેટન્ટોનું નિર્માણ કરશે. વિજ્ઞાન માનવજાતના કલ્યાણ માટે ઉપયોગી ાય તે માટે આવનાર દિવસોમાં સાયન્સ ટેકનોલોજી ક્ષેત્ર સહિયારા પ્રયાસો દ્વારા ગુજરાત નવા કિર્તીમાન સપશે.

નાયબ મુખ્યંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮નું આયોજન સાંકળચંદ પટેલ યુનિવર્સીટીને ગૌરવ અપાયું છે.સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ સહિત વિજ્ઞાન.ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રના સુંદર કાર્યક્રમ યોજીને સામાજિક પ્રવૃતિઓને બળવત્તર બનાવી છે.મહેસાણા જિલ્લામાં વોલપેઇન્ટીંગની થીમ દ્વારા સૌ પ્રમ વાર ભવ્ય આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપ્યા હતા.દેશના યુવાનોમામં રાષ્ટ્રભાવના વધુ દઢ બને અને દેશની સંરક્ષણ નિતીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની સુરક્ષા,સમૃધ્ધી અને પ્રગતિ માટે અતિમહત્વના નિર્ણયો લીધા છે.આ પ્રસંગે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ,પુર્વધારાસભ્ય નારાયણભાઇ પટેલ,સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના ચેરમેન પ્રકાશભાઇ પટેલ,રજિસ્ટ્રાર પરિમલ ત્રિવેદી,મહેસાણા જિલ્લા પ્રભારી સચિવ  ધનંજ્ય દ્રિવેદી,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી,સામાજિક અગ્રણી સોમભાઇ મોદી સહિત નાગરિકો અને વિર્ધાીઓ મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.