Abtak Media Google News

જીનીયસ ગ્રુપ આયોજીત  ધો.10ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો: વિવિધ ક્ષેત્રના નામાંકિત તજજ્ઞો પી.જી.વી.સી. એલ ના જોઇન્ટ એમડી પ્રીતિ શર્મા ,ફેમિલી બિઝનેસ થેરપિસ્ટ ડો.હિતેશ શુક્લ ,ટી-પોસ્ટના ફાઉન્ડર જી દર્શન દાસાણી દ્વારા પ્રવાહ પસંદગી અંગે માર્ગદર્શન આપ્યું

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ આયોજિત  ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ માટે પ્રવાહની પસંદગી અને કારકિર્દી ઘડતર માટે તારીખ અને રોવવાર ના રોજ સાંજે 4 થી 7 કલાક દરમિયાન પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે એમ્પ્લોર કોમર્સ એન્ડ આર્ટસ આફ્ટર ટેન્થ વિષય સાથે વિવિધ ક્ષેત્રના નામાં કોમર્સ અને આર્ટ્સ મહાસાગર જેવા, ઊંડા ઉતરો એટલે મોતી મળે જ : ડી.વી.મહેતા કિત નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Untitled 2 Recovered 4

આ સેમિનારમાં ધોરણ 10 ના પરિણામ બાદ બાળકો અને વાલીઓ માટે કયા પ્રવાહની પસંદગી કરવી તે અંગે બેંગ્લોરની પ્રખ્યાત ક્રાઈસ્ટ યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર અને હોલિસ્ટિક એજ્યુકેશન ડેવલપમેન્ટ કોર્ડિનેટર ડો . વી મુથુ રૂબેન કે જેઓ કોલેજ કક્ષાએ શિક્ષણ આપવાનો 22 વર્ષનો અનુભવ ધરાવે છે . તેઓ શિક્ષકોને પ્રશિક્ષિત કરવા ઉપરાંત 45 થી વધુ સંસ્થાઓમાં વિઝીંટીંગ ફેકલ્ટી તરીકે , ઉપરાંત ઇન્ફોસીસ અને વિપ્રો જેવી કોર્પોરેટ કંપનીઓમાં પણ લેકચર અને સેમિનાર આપવા જાય છે . આ સાથે પેનલના નિષ્ણાતોમાં પી.જી.વી.સી. એલ ના જોઇન્ટ એમડી પ્રીતિ શર્મા , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના વડા અને ફેમિલી બિઝનેસ થેરપિસ્ટ ડો . હિતેશ શુક્લ , એક સફળ ઉધોગ સાહસી અને જાણીતી બ્રાન્ડ ટી – પોસ્ટના ફાઉન્ડર જી દર્શન દાસાણી , સ્કાય બ્લુ ગ્રુપના ડાયરેક્ટર અને માલીક  શૈલેષ પીઠડીયા , સીએ – સીએસ અને સીએમએનું શિક્ષણ આપતી જે . કે . શાહ ક્લાસીસના ઇન્સ્ટ્રકટર જ કેતન વ્યાસ અને જીનિયસ ગ્રુપના ચેરમેન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતાએ સેમિનારમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કોમર્સ અને આર્ટસ માં અભ્યાસ થકી ભવિષ્યમાં કારકિર્દી ની ઉજ્જવળ તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ધો.10 બાદ વિદ્યાર્થીઓને શું કરવું અને શું ન કરવું કઈ સ્ટ્રીમમાં આગળ વધવું તે અંગે અનેક મુંઝવતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓની આ બાબતે મુશ્કેલી દુર થાય તે માટે જીનિયસ સ્કૂલનો શાનદાર સેમીનાર યોજાયો હતો.

કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના ચેરમેન ડી . વી મહેતા , સીઇઓ  ડમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ   કાજલ શુકલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ   ચાર્મી જસાણી સાથે જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

કોમર્સ અને આર્ટ્સ મહાસાગર જેવા, ઊંડા ઉતરો એટલે મોતી મળે જ : ડી.વી.મહેતા

Vlcsnap 2022 06 06 13H41M21S110

કાર્યક્રમ અંગે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન ડી વી મહેતાએ જણાવ્યું હતું કે, ધો. 10 બાદ વિદ્યાર્થીઓ-વાલીઓ અને સમાજમાં અનેક વિડંબણાઓ હોય છે. વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હોય છે કે ધો. 10 બાદ મારે કંઈ દિશામાં જવું? મારે સાયન્સ, કોમર્સ કે આર્ટસમાં આગળ વધવું ? ત્યારે જીનિયસ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પેનલ ડિસ્કશન ગોઠવવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંતો વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરશે. જો વિદ્યાર્થી તેમની કારકિર્દી કોમર્સ કે આર્ટ્સમાં બનાવવા માંગે તો કંઈ રીતે સફળતાપૂર્વક કારકિર્દીનું ઘડતર બનાવી શકાય તે અંગે પેનલ ડિસ્કશન સ્વરૂપે વિદ્યાર્થીઓ-વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ડિસ્કશન માટે જુદા જુદા ક્ષેત્રના કુલ 8 મહાનુભાવોને આમંત્રિત કરાયાં હતા.

ઘણીવાર વિદ્યાર્થીને તેની તાકાત વિશે ખ્યાલ હોતો નથી અને વાલીઓ પણ આ અંગે અજાણ હોય છે ત્યારે આગળ કંઈ દિશામાં જવું તે નક્કી જ કરી શકતા નથી. ત્યારે આ પ્રકારના ડિસ્કશન અને સેમિનાર થકી તેમને માર્ગદર્શન મળી રહેશે. વાલીઓ-વિદ્યાર્થીઓને ચોક્કસ દિશામાં આગળ વધીને કારકિર્દીના ઘડતર માટે સમજણ મળતું હોય છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, વિજ્ઞાન પ્રવાહનો વધુ આગ્રહ રાખતા હોય છે તેમાં કંઈ ખોટું હોતું નથી કેમ કે, વિજ્ઞાન પ્રવાહમાં ચોક્કસ કારકિર્દી નક્કી હોય છે. એ ગ્રુપ તો એન્જિનિયર અને બી ગ્રુપ તો ડોકટર અને તે સિવાય પણ અનેક તકો વિજ્ઞાન પ્રવાહમાં હોય છે જેની સામે કોમર્સ અને આર્ટ્સ મહાસાગર જેવા છે. એ કહેવત બિલકુલ સાચી છે કે, ’સાયન્સ ક્રિએટ્સ ધ વર્લ્ડ બટ કોમર્સ રુલ્સ ધ વર્લ્ડ એન્ડ આર્ટ કલ્ચર ધ વર્લ્ડ’. ત્યારે આ બંને પ્રવાહમાં પણ અનેક તકો છે તે દિશામાં વાલીઓ-વિદ્યાર્થીઓએ જાગૃત થવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.