Abtak Media Google News

લોકશાહી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

યુથ ફોર ડેમોક્રેસી સંસ્થા દ્વારા યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થી ઓને લોકશાહી વિશે માહિતગાર કરવા તેમજ લોકશાહી કઈ પ્રકારે કામ કરે છે તેના વિશે માહિતગાર કરવાનો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા તથા રાજકોટના મેયર અને અલગ અલગ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા આ અંગે માહિતી આપી હતી.

Advertisement

યુથોર ડેમોક્રેસી સંસ્થા દ્વારા આજરોજ રેસકોર્સમાં આવેલ બાલભવન ખાતે યુવા નેતૃત્વ તાલીમ શિબિર તથા યુવા સંસદ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનનો મુખ્ય હેતુ  લોકશાહી વિશે માહિતગાર કરવા તેમજ લોકશાહી કઈ પ્રકારે કામ કરે છે તેના વિશે માહિતગાર કરવાનો હતો તથા વિદ્યાર્થીઓને રાજ્યસભામાં ધારાસભ્યોની શું ફરજો,ગુજરાત વિધાનસભામાં શુ ફરજો, રાજ્યસભામાં સાંસદોને શું ફરજો છે સાથે જ લોકશાહી કઈ પ્રકારે કામ કરતું હોય છે.

સાંસદોની મૂળ જવાબદારી શું હોય છે,ચૂંટાયેલા પ્રતિનિધિ કઈ પ્રકારે કામ કરે છે,કઈ પ્રમાણે વિધાનસભાનું સત્ર ચાલતું હોય છે આ તમામ બાબતોનો એક આખા અભ્યાસ સાથે યુવાનોને આના વિશે શિક્ષણ મળે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંલગ્ન કોલેજો માંથી વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આશરે 150 થી પણ વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેમને આ વિષય પર માહિતી ગાર કરવા રાજકોટના મેયર પ્રદીપ ડવ તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ વિષય પર વિદ્યાર્થીઓને જ્ઞાન પૂરું પાડ્યું હતું.

યુવાઓને લોકશાહી વિશે ખ્યાલ આવે એ માટે આવા કાર્યક્રમો જરૂરી : મેયર ડો. પ્રદીપ ડવ

અબતક સાથેની વાતચીતમાં રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવે કહ્યું હતું કે,આજરોજ બાલભવન ખાતે યુથ ફોર ડેમોક્રેસી સંસ્થા દ્વારા યુવા સંસદ કે જેમાં દેશનું બંધારણ- દેશનું લોકશાહી તંત્ર કઈ રીતે કામ કરતું હોય છે રાજ્યસભામાં ધારાસભ્યોની શું ફરજો,ગુજરાત વિધાનસભામાં શુ ફરજો, રાજ્યસભામાં સાંસદોને શું ફરજો છે સાથે જ લોકશાહી કઈ પ્રકારે કામ કરતું હોય છે,સાંસદોની મૂળ જવાબદારી શું હોય છે,ચૂંટાયેલા પ્રતિનિધિ કઈ પ્રકારે કામ કરે છે,કઈ પ્રમાણે વિધાનસભાનું સત્ર ચાલતું હોય છે આ તમામ બાબતોનો એક આખા અભ્યાસ સાથે યુવાનોને આના વિશે શિક્ષણ મળે યુવાઓ પોતે જ છે દેશના વડાપ્રધાન બને અલગ અલગ મંત્રીશ્રીઓ બને અને તેઓ પોતે છે એ આખું સંસદ ચલાવે તેમાં પ્રશ્નોત્તરી થાય, કારણ કે આ બધી બાબતોનું યુવાનોની પાસે જ્ઞાન હશે તો એ સારા વિચારો સાથે ભવિષ્યમાં રાષ્ટ્ર માટે સારી રીતે કામ કરી શકશે અને તે માટે આવા આયોજનો ખૂબ જરૂરી છે ત્યારે હું આયોજકોને આ તકે શુભેચ્છા પાઠવું છું.

સમાજ અને રાષ્ટ્રને નવું નેતૃત્વ મળે એ મુખ્ય હેતુ : યશવંતભાઈ જનાણી

અબતક સાથે થયેલા સંવાદમાં યુવાઓના માર્ગદર્શક યશવંતભાઈ જનાણીએ કહ્યું હતું કે, યુથ ફોર ડેમોક્રેસી દ્વારા આજે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે, આયોજનનો મુખ્ય હેતુ સમાજ અને રાષ્ટ્રને નવું નેતૃત્વ મળે.દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલ કોલેજોના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને વિદ્યાર્થીઓમાંથી સારા કાર્યકરો સમાજને મળે તે માટે અમે કાર્ય કરીએ છીએ તથા આજરોજ અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહી પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.