Abtak Media Google News

‘અબતક’ ની મુલાકાતમાં તંત્રની જોહુકમી સામે લોકસંસદ વિચાર મંચના આગેવાનોએ વ્યથા ઠાલવી

રંગીલા રાજકોટની રંગત ગુમ થઇ જવા પામી છે પાણી અંગે આંદોલન માટે લોક સંસદ વિચાર મંચ દ્વારા માંગવામાં આવેલી મંંજુરી આપવા તંત્રનો ઇન્કાર કર્યો હોવાની ‘અબતક’ ની મુલાકાતે આવી પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, દિપ્તીબેન સોલંકી, ઇન્દુભા રાઓલ, સરલાબેન પાટડીયા, કંચનબેન વાળા, નટુભા ઝાલા, રમેશભાઇ તલાટીયા, પ્રવિણભાઇ લાખાણી અને દેવાંગ ગજજરે જણાવેલ કે,  લોક સંસદ વિચાર મંચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ સેચવેલા 185 ટકા પાણી વેરા સામે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા 78 ટકા એટલે કે 840 રૂ. ને બદલ. 1500 રૂ. કરતાં મંચ દ્વારા મ્યુનિ. સિવીલ કમિશ્નરને અને સ્ટેન્ડીંગ ચેરમેનને વિરોધ કરી લેખીત રજુઆત કરી હતી

જેનો કોઇ પ્રત્યુતર ન મળતા પાણી વેરાના વિરોધમાં સંસ્થાના મોભી દિલીપભાઇ આસવાણી (પૂર્વ કોર્પોરેટર) દ્વારા તા. 15-2 ના મહાનગરપાલિકાના ગેઇટ પાસે ફુટપાથ પર ધરણાં કરવા અંગેની મંજુરી માંગી હતી જે ના મંજુર કરી છે ટ્રાફીક જામ થાય તેનું બ્હાનું બતાવીને જો કે અહિં ધરણા,  ઉપવાસ, આંદોલનનો ભૂતકાળમાં થયા જ છે અને મંજુરી રાજકીય પક્ષો, સાફઇ કામદારો, કર્મચારીઓને મળી જ છે. ધરણાને પગલે ભાજપ અને પોલીસના પેટમાં તેલ રેડાતા ધરણા ની મંજુરી ગ્રાહ્ય રાખવામાં ના આવી.શાસક પક્ષના આદેશથી સત્તાધીશોના સીધા માર્ગદર્શન હેઠળ લુખ્ખાઓનો માર ખાતી લુખ્ખાનો સામે ‘બકરી’ બની જત.

પોલીસ પ્રજાકીય આંદોલન કર્તા સામે સિંહ બની ચમચાગીરી કરશે તો સાંખી નહિ લેવાઇ અને આ અંગે લીગલ અભિપ્રાય મેળવી પોલીસ સામે કાનુની લડતના મંડાણ કરવાની ફરજ પડશે. ધરણા અંગેની મંજુરી રદ કરતાં  પોલીસ કમિશ્નર પાસે કોર્પોરેશનની નજીકમાં પ સ્થળોએ ધરણા યોજવા અંગેના સ્થાનો માંગવામાં આવેલ છે. પોલીસ જયાં કહે ત્યાં ધરણા થશે જ પોલીસે કહ્યું ધારણા નહિ રેલી યોજો શાસકોના ઇશારે કામગીરી કરતી પોલીસની સલાહની અમારે જરુર નથી ધરણા કરવા કે રેલી એ લોકસંસદ વિષય મંચ નકકી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.