Abtak Media Google News

ગુજરાત લાયન્સ ટીમના ઓફિસિયલ ડીજે અકકી લોકોને લાઈવ મ્યુઝીકથી મનમૂકીને નચાવશે: આયોજકો ‘અબતક’ની મૂલાકાતે

૨૦૧૭ના વર્ષને વિદાય થવાની ઘડીયો ગણાઈ રહી છે. ત્યારે રંગીલા રાજકોટની જનતા વર્ષ ૨૦૧૭ને બાયબાય કરવા તેમજ વર્ષ ૨૦૧૮ને વેલકમ કરવા માટે થનગની રહી છે. રાજકોટની રંગીલી જનતા ચાલુ વર્ષની આખરી પૂર્વ સંધ્યા અને આગામી વર્ષ ૨૦૧૮ને આનંદમય રીતે વેલકમ કરી શકે તે માટે યુફોરીયા એન્ટરટેઈનમેન્ટ દ્વારા ભવ્ય ૩૧ ડિસેમ્બરના રોજ રાત્રે ૮ વાગ્યે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ હોટલ કિંગસ ક્રાફટનાં પટાંગણમાં ૨૦૧૮ને વેલકમ કરવામાં માટે ૩૧ ડીસેમ્બર નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની ગુજરાત લાયંસ ટીમના ઓફીસીયલ ડીજે અકકી રાજકોટની જનતાને લાઈવ મ્યુઝીકથી મન મૂકીને નચાવશે.

આ કાર્યક્રમમાં અદભૂત ફાયર શોનો પણ આનંદ લોકો માણી શકશે. પારિવારિક વાતાવરણમાં યોજાનાર આ કાર્યક્રમમાં બાળકો યુવક યુવતીઓ અને વૃધ્ધો ભાગ લઈને મજા માણી ઉત્સાહ પૂર્વક વર્ષ ૨૦૧૮ને આવકારશે. આ આયોજનમાં ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ યુવાઓ માટે બનેલી યુફોરીયા એન્ટરટેઈનમેન્ટના પ્રતીક પોપય તેજસ શીશાંગીયા અને સંદીપ કોટેચા જહેમત ઉઠાવી રહ્યા છે. આ આયોજનના પાસ માટે ૯૭૨૪૬૮૧૦૧૦ સંપર્ક કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.