Abtak Media Google News

ભાજપ સીગલ સેલના ક્ધવીનર જે.જે.પટેલ અને સહ ક્ધવીનર દિલીપ પટેલ વ્યુહરચના સફળ: ચેરમેન, વાઇસ ચેરમેન કમીટીની ટુંકમાં રચના

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ક્ધવીનર જે.જે.પટેલ તથા સહક્ધવીનર દીલીપ પટેલની વ્યુરચના તથા મહેનત રંત લાવી છે. અને ફરીથી ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણીમાં ભાજપ સરરસ પેનલ પોતાનો દબદબો જાળવવામાં સફળ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજયમાં ૯૯ એડવોકેટસ ઉમેદવારો પોતાની માતૃસંસ્થા બાર કાઉન્સીલની ચુંટણી લડી વિજેતા બનવા થનગનાટ અનુભવતા હતા તમામ ઉમેદવારોએ ચુંટણીમાં તનતોડ મહેનત કરી ચુંટણી પ્રચારની પારાકાષ્ટા સુધી કાર્ય કરેલ હતું. આ વખતે પણ ચુંટાયેલા રપ ઉમેદવારોમાં ભાજપ પ્રદેશ લીગલ સેલના સહ ક્ધવીનર ગુજરાતમાં બીજી વખત સૌથી વધુ મતથી વિજેતા બની ભાજપની આબરુ પ્રતિષ્ઠા વધારેલા હતી.

Photoસમરસ પેનલના ચુંટાયેલ ઉમેદવારો પૈકીના ૧૮ પૈકીના કયા ઉમેદવારને ચેરમેન, વા.ચેરમેન, એકઝીકયુટીવ ચેરમેન અને વિવિધ કમિટીના ચેરમેન બનાવવા તથા બાર કાઉન્સીલમાં ચુંટાયેલા ઉમેદવારો પૈકીના કયાં ઉમેદવારો પૈકીના કયાં ઉમેદવારને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં પ્રતીનિધિ તરીકે મોકલવા ભાજપના નેતા સાથે વિચાર કરી અને ક્ધવીનર જે.જે.પટેલ તથા દીલીપ પટેલ પતો ચીપી રહ્યા છે.

સમરસ પેનલના દીલીપ પટેલ, વિજય પટેલ, આર.એન. પટેલ, અનિલ કૈલા,  ભરત ભગત, કિશોરભાઇ ત્રિવેદી, મનોજ અનડકટ, કરણસિંહ વાઘેલા, અનિરુઘ્ધસિંહ ઝાલા, આર.જી. શાહ, સી.કે. પટેલ, પી.ડી. પટેલ, હીરાભાઇ પટેલ, દીપેન દવે, નલીનભાઇ પટેલ, સહીતના ૧૮ ઉમેદવારો સમરસ પેનલ નીચે ચુંટાયેલ છે.

આગામી દિવસોમાં ૮૦ હજારથીવધુ વકીલોની માતૃ સંસ્થામાં ફરીથી એક વખત ભાજપા ના પ્રદેશ ક્ધવીનર જે.જે. પટેલની આગેવાની નીચે સમરસ પેનલની બોર્ડ કાર્યરત બનશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.