Abtak Media Google News

ગુંદાળા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના કાળનો કોળિયો બન્યા

બગોદરા નજીક બે કાર અથડાતા મહિલાનું કરુણ મોત : સાત ઘવાયા

રાજકોટ – અમદાવાદ હાઇવે પર અકસ્માતના અવારનવાર બનાવો બનતા રહે છે. ત્યારે વધુ બે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે માર્ગ અકસ્માતમાં મહિલા સહિત ત્રણનાં ઘટનાસ્થળે કમ કમાટી ભર્યા મોત નિપજ્યા છે જેમાં પ્રથમ અકસ્માતમાં ગુંદાળા પાસે ટ્રક પાછળ જતા બે મિત્રો કાળ નો કોળિયો બન્યા હતા જ્યારે બીજા અકસ્માતમાં બગોદરા નજીક બે કાર સામસામે અથડાતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં બેસેલા સાત લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રથમ બનાવની વિગતો મુજબ સરદાર પટેલ યુનિવર્સિટી આણંદમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કૃણાલભાઈ વિનોદભાઈ સુથાર નામના યુવાન ગઇકાલે આણંદ થી સૌરાષ્ટ્ર તરફ તેના મિત્ર માંગીલાલ હીરાલાલ ધોબી સાથે જવા રવાના થયા હતા. દરમિયાન બંને રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગુંદાળા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે રસ્તા વચ્ચે પાર્ક કરાયેલા ટ્રક પાછળ જેની કાર ઘુસીજતા બંને મિત્રોના ઘટનાશ એકમ કમાટી ભર્યા મોતની પછી હતા આ મામલે કૃણાલભાઈ ની પત્નીએ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી કાર્યવાહી હાથધરી છે.

જ્યારે બીજા અકસ્માતની ઘટનામાં બગોદરા ધોળકા હાઇવે પર રેલવે ફાટક પાસે બગોદરા તરફથી આવી રહે સ્કોડા કારના ચાલકે નશાની હાલતમાં ફૂલ સ્પીડે કાર ચાલવી આગળ જતી ઇકો વાનને ટક્કર મારતા બન્ને વાહનો પલટી જઇ બાજુના ખેતરમાં જઇ પડયા હતા.ત્યારે ઇકો વાનમાં સવાર સોનલબેન ગીરીશભાઇ પરમાર( રહે સરદાર સોસાયટી પોળકા) રોહીભાઈ જયંતિભાઈ ગજ્જર સહીત અન્ય છ લોકો ને ઇજા થતાં ધોળકા અને બગોદરાની 108 ની મદદથી ધોળકાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન સોનલબેન પરમારનું મોત નીપજ્યું હતું

ત્યારે બનાવની જાણ ધોળકા ટાઉન પોલીસ ને કરતા ઇજા ગ્રસ્ત ઇકો વાનના ચાલકની ફરિયાદ લઇ સ્કોડા કારના ચાલક રાજુભાઈ વિરમભાઇ મોઢવાડીયા (રહે મોઢવાડા ગામ વાડીવિસ્તાર પોરબંદર વાળા) વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.