Abtak Media Google News

મહેકમ મુજબનો સ્ટાફ ભરવા સહિતની કરાઈ રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ગુજરાતનાં ૫૯ મા સ્થાપના દિવસે કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી કે જિલ્લા ના ૨૦ લાખ લોકો ના આરોગય જાળવણી માટે આશીર્વાદ રૂપ સીવીલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબ ઓની લાંબા સમયથી ખાલી પડેલ જગ્યા પર નિયુક્તિ ન થવા ને કારણે ઝાલાવાડ ના ગરીબ દરદીઓ ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને આર્થિક રીતે મોંઘીદાટ સારવાર કરાવવી પોસાય તેમ નથી જેથી તાત્કાલિક ધોરણે નિયુક્તિ કરવામાં આવે તેમ રજુઆત કરવામાં આવી હતી.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લા માં માત્ર એક જ એમ.ડી.ફીજીશયન છે જે લીંબડી સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, જે થી સુરેન્દ્રનગર સીવીલ હોસ્પિટલમાં ફીજીશયન ને મુકવા ની તાતી જરૂરિયાત છે.

તદુપરાંત આંખ રોગ નિષ્ણાંત હાડકા રોગ નિષ્ણાંત,કાન નાક , નિષ્ણાત,માનસિક રોગ નિષ્ણાંત, ચામડી રોગ નિષ્ણાંત, રેસીડનટ મેડિકલ ઓફીસર , કારડીયો લોજીસટ, રેડીયોલોજીસટ, યુરોલોજીસટ, સ્ત્રીરોગ રોગ  તથા એમ.બી.બી.એસ. ડોકટર ની ૭ જગ્યા પર નિયુક્તિ કરવામાં આવવી જોઈએ . અકસ્માતમાં દાજી ગયેલ દરદીઓ માટે બરનસ વોરડ બંધ હાલતમાં છે જે મા એરકન્ડિશન્ડ તથા સારવાર આપતી ટીમ મુકી કાર્યરત કરવા ની તાતી જરૂરિયાત છે. એકસ રે ટેકનીશયન ની જગ્યા ભરવી જરુરી છે.

થેલેસેમીયા રોગી અને લોહી ની ખામી થી થતા રોગીઓ ને લોહી ચડાવવા ની જરૂરિયાત હોય છે પણ હાલ મા અહી ની બ્લડ બેન્ક ગમે તે કારણ સર બંધ હાલતમાં છે તે તાત્કાલિક ધોરણે કાર્યરત કરવા ની જરુરી છે.

સીવીલ હોસ્પિટલમાં સફાઈ ના નામે ઝીરો છે,ઠેરઠેર કચરા ના ઢગલા પડયા હોય છે,આજુબાજુ ના લારી ગલા વાલા બહારનો કચરો હોસપિટલ ના દરવાજા ની અંદર ફેકતા હોવાને લીધે દાખલ દર્દીઓનું  આરોગય જોખમમાં મુકાય છે,જેથી હોસ્પીટલ માં કચરો ફેકતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા ની જરુર છે.

આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતી ના મનુભાઈ પટેલ,સુબોધ જોષી,કલ્પના બહેન ધોરીયા,ચેતન ભાઇ ખાચર,કમલેસ ભાઈ કોટેચા, સાહિર સોલંકી રોહીત ભાઈ પટેલ, દીલીપ ડગલા, તથા કોંગ્રેસી કાર્યકરો દ્વારા આવેદન પત્ર પાઠવીને સમય મર્યાદામાં રહીને મહેકમ મુજબ તબીબઓની નિયુક્તિ કરવામાં વિલંબ થશે તો જાહેર જનતા ના હિતમા ઝાલાવાડની જનતા ને સાથે રાખીને અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ  લેવા જાણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.