Abtak Media Google News

Dsc 0024 શુક્રવાર અને શનિજયંતીનો શુભ સમન્વય સાડાસાતીથી મૂકિત માટે શનિદેવની આરાધના હાથલા શનિધામ સહિત તમામ  શનિ મંદિરો પર સવારથી જ ભાવિકોની ભીડ

આજે વૈશાખવદ અમાસ 19મે શનિવાર અને શુક્રવારના શુભગ સમન્વય શનિજયંતિ શુફળદાયક મનાયરહી છે. અને ભકતો સવારથી જ  શનીદેવની પુજાઅર્ચના આરાધનામા મગ્ન બન્યા છે.

Advertisement

ભગવાન શનિના જન્મસ્થળ દ્વારકાના હાથલાધામમાં સવારથી જ ભાવિકો શનિદેવના રાજીપા માટે વિવિધ પુજાપા સાથે દર્શને ઉમટી રહ્યા છે. રાજકોટના નાના મવાના શનિમંદિરે સવારથી સાંજ સુધી દર્શન પુજા અર્ચનની ખાસ વ્યવસ્થાનો લાભ લેવા ભાવિકોની લાાંબી કતારો જોવા મળી રહી છે.

આજે શુક્રવારી શનિજયંતીના શુભગ સમન્વયે શનિદેવને રીઝવવા વહેલી સવારથી ભાવિકો માટે નિત્ય પૂજા કર્યા પછી શનિ મંદિરે શનિદેવની મૂર્તિ પર તેલ અભિષેક, અડદનો ચડાવો ધુપ બતી અપર્ણ અડદની વાનગીનો ભોગ આરતી દશરથકુત શનિસ્ત્રોતના પાઠનો  ધર્મમય માહોલ જામ્યો છે. શનિજયંતીએ હનુમાનજીની ઉપાસનાથી શનિગ્રહના આશિર્વાદ અને જન્મકુંડળીમાં શનિ-રાહુનાત્રાપીત દોષ, શનિચંદ્રના વિષયોગ, દુશિતગ્રહનો દોષ દૂર કરવા ઉપવાસ અને શુક્રવારી શનિ જયંતિએ હનુમાનજીની ઉપાસનામા ભાવિકો લીન થયા છે.

દ્વારકાના શનિધામ હાથલા, રાજકોટ નાનામવા, જયુબીલી રોડ પરના શની મંદિર ઉપરાંત જૂનાગઢના પ્રાચીન શનિમંદિર ભાવનગરના ગોહિલવાડમાં આજે શુક્રવારની શનિ જયંતીના ભકિતમય માહોલમાં શનિમંદિરોમાં સવારથી જ મહાપ્રસાદ, ધ્વજારોહણ, મહાઆરતી અભિષેક, શનિદેવ ચાલીસા પાઠ ભાવનગરના ગોળીબાર હનુમાન મંદિર સાયબાબા મંદિર પરિસરના શનિદેવ મંદિર, ગોંડલ નજીકના સૌરાષ્ટ્રના પ્રાચીન અને   મોટા શનિમંદિર સહિત સમસ્ત ભાવનગર, દ્વારક, સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં સવારથી જ   સરસ્વતેલ,કાળાતલ, દિપજયોત, હનુમાનચાલીસા, સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદ સંતભોજન બ્રાહ્મણ, દરીદ્રનારાયણોને વસ્ત્રદાન સવારથી જ સાંજ સુધી આજે સૌરાષ્ટ્ર શનિમય બની રહેશે.

Dsc 0025

અમારા કર્મો માફ કરી દુ:ખ હણો શનિદેવને  આજીજી કરતા ભાવિકો

આજે વૈશાખ વદ અમાસ અર્થાત  શનિ જયંતી છે શનિદેવને   ન્યાય અને કર્મોના દેવતા કહેવામાં આવે છે. શનિદેવની ઉપાસના કરવાથી તમામ દુ:ખ અને પીડામાંથી મૂકતી મળે છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર નજીક હાથલા ગામ ખાતે શનિદેવનું મંદિર આવેલું છે આજે શનિ જયંતીના પાવન અવસરે રાજકોટમાં શનિદેવના મંદિર ખાતે સવારથી  ભાવિકોની ભીડ જામી  હતી. અમારા કર્મો માફ કરો અને દુ:ખો હણી લ્યો તેવી આજીજી  ભાવિકો દ્વારા શનિદેવ સમક્ષ કરવામા આવી હતી. આજે ગામે ગામે શનિમંદિરે ભકિતભાવ સાથે ભકતો દ્વારા  પૂજા અર્ચના કરવામાં આવી છે.

પનોતીથી રાહત મેળવવાનો ઉપાય

શનીકુપા મેળવવા પનોતીમાંથી રાહત માટે કાળો ધાબળો, કાળુઉપવસ્ત્ર, સ્ટીલનું વાસણ, કાળા અડદ, પગરખા, કાળીછત્રી, તેલનું દાન માટે શનિવારે સવારે  6.4 થી સાંજના  7નું મુહુર્ત છે. અને શનિ ઉપવાસનું મહત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.