Abtak Media Google News

વિશ્વ વિકાસ કે અધોગતિ તરફ ???

કોઈપણ બિમારી કરતા વધારે વ્યકિતઓ આપઘાત દ્વારા મોતને મેળવી રહ્યા છે: દર વર્ષે વિશ્વભરમાં આઠ લાખ લોકો આપઘાત કરે છે

સમગ્ર વિશ્વમાં પ્રત્યેક ૪૦ સેકેન્ડે આતમ્હત્યાથી એકનું મૃત્યુ થઈ રહ્યું છે. એટલેકે રોજ ૩૬૦૦ વ્યકિત આપઘાત કરી રહી છે. દર વર્ષે યુધ્ધથી પણ વધુ વ્યકિતઓ આત્મઘાતથી મરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સોમવારે પ્રસિધ્ધ કરેલા અહેવાલમાં માનવજાતની આ દારૂણ પરિસ્થિતિનો ચિતર આપવામાં આવ્યો છે. ગળેફાંસો ખાઈ લેવો ઝેરી દવા ગટગટાવી લેવી, પોતાની જાતને ગોળીએ વિંધી નાખવીએ આત્મહત્યાન હવે સામાન્ય પ્રથા બની ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સરકારોને આત્મઘાત નિવારવા યોજનાના અમલની હિમાયત કરી લોકોનેતેમાંથી બહાર આવવા મદદરૂપ થઈ આત્મઘાતી પગલાઓ લેતા લોકોને બચાવી લેવા અનુરોધ કર્યો છે.

આત્મહત્યાએ વૈશ્ર્વિક મુદો બની ગયો છે. તમામ વય જુથ, જાતી, પ્રદેશમાં વૈશ્ચિકધોરણે આપઘાતમાં દુનિયાને ઘણુ ગુમાવવું પડે છે.

‘હુ’ના અહેવાલ મુજબ આપઘાત એ યુવાનોમાં મૃત્યુનું બીજા નંબરનું મહત્વનું કારણ બની ગયું છે. માર્ગ અકસ્માત પછી ૧૫ થી ૨૯ વષના યુવાનોનું આપઘાતમાં મૃત્યુ થાય છે. તેવી જ રીતે ૧૫ થી ૧૦વર્ષની ટીનએજ કિશોરોમાં પણ આપઘાતનું પ્રમાણ વધ્યું છે. જયારે ટીનએજ છોકરીઓ કરતા છોકરાનું પ્રમાણ ઓછુ છે. દર વર્ષે મેલેરીયા, સ્તનકેન્સર, યુધ્ધ કે અન્ય કારણથી થતા મૃત્યુથી વધુ દર વર્ષે ૮ લાખ લોકો આપઘાતથી મોત મેળવે છે.

વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૬ દરમિયાન આપઘાતનું પ્રમાણ ૯.૮% ઘટવા પામ્યું છે. જયારે અમેરિકામાં ૨૦૧૦થી ૧૬ દરમિયાન આ પ્રમાણે ૬% વધ્યું હતુ.

આ અહેવાલમાં જણાવાયું છે કે સમૃધ્ધ દેશોમા મહિલા અને પુરૂષોમાં આપઘાતનું પ્રમાણ ત્રણ ગણુ ઉંચુ છે. તેનીસામે મધ્યમ આવક ધરાવતા અને ગરીબ દેશોમાં આ પ્રમાણે સરખુ રહેવા પામ્યું છે. ‘હુ’ના આપઘાત નિવારણ ડાયરેકટર ગ્રેબ્રેશિયસે જણાવ્યું હતુ કે અમે સમગ્ર વિશ્ર્વના દેશોને આપઘાત નિવારણ અભિયાનના રાષ્ટ્રીય સુરક્ષા માટે આવરી લેવા હિમાયત કરી છે. આપઘાત નિવારણ માટે જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાની ખાસ જરૂર છે.

મોટાભાગે આપઘાત જંતુનાશક દવાથી થાય છે. જંતુનાશક દવાઓથી મોટાભાગે આપઘાત થાય છે.

શ્રીલંકાને ટાંકીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યુંં હતુ કે શ્રીલંકામાં જંતુનાશક દવાઓ પર નિયંત્રણ હોવાથી અન્ય દેશોની સરખામણીમા શ્રીલંકામાં આપઘાતનું પ્રમાણ ૭૦% ઓછુ છે અને ૧૯૯૫ થી ૨૦૧૫ સુધીમાં અંદાજે ૩૦૦૦ જીંદગીઓ મચી હતી.

ભારતની જ વાત કરીઓ તો ઘઉંમાં નાખવાના ટીકડા અને કપાસમાં છાંટવાની દવાઓ બજારમા પાનમાવાની જેમ સરળતાથી મળી જાય છે. અહી કેટલીક દવાની દુકાનમાંથી ઘેનની દવાઅને ઉધરસની દવા નશા માટે વાપરવામાં આવતી હોવાથી લોકોને સરળતાથી મળતી નથી પણ એગ્રોની દુકાનેથી ગમે તેને ઘઉંમાં સેલફોસના ટીકડા, ઉંદર, માંકડ મારવાની દવા, ક્પાસની દવા સહેલાઈથી મળી જાય છે. આપઘાતનું પ્રમાણ ઘટાડવા માટે જંતુનાશક દવાના પ્રતિબંધના વિચારનો અમલ કરવા જેવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.