Abtak Media Google News

કેબલ લેંડિંગ સ્ટેશનનું એમઓયુ થવાથી  યુરોપથી માંડવી સુધી દરિયામાં કેબલ આવશે: રૂપિયા 5 હજાર કરોડનો માત્ર કેબલનો ખર્ચ કેબલ લેંડિંગ સ્ટેશનમાં થશે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતની આઇટી પોલિસી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આજે લાભ પાંચમનો શુભ દિવસ છે. મને જણાવતા આનંદ થાય છે કે આઇટી સેપરેટ પોલિસી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે અમારા ટીમ ડીએસટીએ ખૂબ સરસ પોલિસી બનાવી, તેમના કારણે 16 જેટલા એમઓયું થયા છે. માત્ર 6 મહિના ટૂંકાગાળામાં 10,400 કરોડનું રોકાણ નિશ્ચિત થયું છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ખૂબ મોટા ફાયદા રાજ્યને મળવા જઈ રહ્યા છે. ગઈકાલે કેબલ લેંડિંગ સ્ટેશનનું એમઓયુ થયું છે. જેમાં યુરોપથી માંડવી સુધી દરિયામાં કેબલ આવશે. રૂપિયા 5 હજાર કરોડનો માત્ર કેબલનો ખર્ચ કેબલ લેંડિંગ સ્ટેશનમાં થશે. જેના કારણે 2 હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. રૂપિયા 1 હજાર કરોડના રોકાણનું પણ ગઈકાલે એમઓયુ થયું છે.

સમગ્ર દેશની અંદર અભ્યાસ કરીને ટીમ મોકલીને ડીએસટીએ આ પોલિસી બનાવી છે. ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ પોલિસી 2022-28 પણ જાહેર થઇ છે. મને કહેતા આનંદ છે કે આ ક્ષેત્રે કામ કરતા અને રૂચિ ધરાવતા ઉદ્યોગકારો અને વેપારીઓને એક નવી દિશા મળવા જઈ રહી છે. નવી પોલિસીથી ઉદ્યોગીકરણને નવી દિશા મળશે. ઈલેક્ટ્રોનિક્સની દુનિયા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. વર્ષ 2028 સુધીમાં ઈએસડીએમ ક્ષેત્રમાં 10 લાખ નવી રોજગારીની તક પ્રાપ્ત થશે. ભારતમાં ગુજરાત ઈલેક્ટોનિક્સ સિસ્ટમ ડિઝાઈન, ઉત્પાદન અને  ઈકોસિસ્ટમનું રાષ્ટ્રીય કેન્દ્ર બનશે.

ગીફ્ટ સિટીથી માંડીને ધોલેરામાં પણ ડેટા સેન્ટરો ખુલશે: વાઘાણી

મુંબઈ અને ચેન્નાઈ ખાતે આ પ્રકારના સ્ટેશનો છે. ગુજરાતમાં કેબલ લેંડિંગ સ્ટેશન આવવાથી 5ૠ નેટવર્કને લાભ મળશે. નવી વ્યવસ્થામાં દિલ્હી સુધી કનેક્ટીવિટીની પહોંચ રહેશે. ગીફ્ટ સિટીથી માંડીને ધોલેરામાં પણ ડેટા સેન્ટરો ખુલશે, આ માટે પણ ખજ્ઞઞ થયા છે. નવી તકો ગુજરાતને પ્રાપ્ત થશે. આઈટીમાં અત્યારે ઉત્સુકતા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.