Abtak Media Google News

ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને 2 ગેસ સિલિન્ડર મફત અપાશે

દિવાળી પૂર્વે રાજ્ય સરકારે રાહત જાહેર કરી છે. જેમાં સીએનજી-પીએનજીના વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને 2 ગેસ સિલિન્ડર મફત અપાશે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા આજે દિવાળીના થોડા દિવસો પૂર્વે લોકો માટે રાહત આપતી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા એવા મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા જણાવાયું છે કે રાજ્ય સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે ઇંધણના ભાવમાં પ્રજાને રાહત થશે.

આ ઉપરાંત સરકાર દ્વારા બીજી મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને 2 ગેસ સીલીન્ડર મફત આપવામાં આવશે. દિવાળીએ ગરીબ પરિવારોને ગેસની સમસ્યા ન રહે તેઓનો ચૂલો ગેસના અભાવે બંધ ન રહે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીજવવા માટે વચનોની લહાણી કરવામાં આવી રહી છે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા આજે વેટમાં 10 ટકાનો વધારો કરવામાં આવતા આગામી દિવસોમાં સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો 8 થી 10 રૂપિયાનો ઘટાડો થશે તેવો અંદાજ રહેલો છે. આ ઉપરાંત પીએનજીની કિંમતમાં પણ રાહત આપવામાં આવતા ગૃહિણીઓને પણ મોટી રહત મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.