Abtak Media Google News

રાજકોટ બાર એસોસિએશનની આગામી વર્ષ 2023-24ના વર્ષની 22 ડીસેમ્બર 2022 ના રોજ યોજાનારી ચુંટણીમાં આજરોજ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલે ફોર્મ ભ2ી અને દાવેદા2ી નોધાવી છે. ફોર્મ ભરવા જતા પહેલા સમરસ પેનલના ઉમેદવારોને સીનીય2 જુનીયર વકીલોએ  હાજરીમાં કોર્ટ કંમ્પાઉન્ડમાં વિજયના નાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.

સિનિયર  જૂનિયરના શિરોમાન્ય કમલેશ શાહ પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ પદ માટે સુરેશ ફળદુ અને સેક્રેટરીમાં પી.સી. વ્યાસ સહિતે ઉમેદવારી નોંધાવી

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ પણ ચૂંટણી જંગના મેદાનમાં આવી છે. ત્યારે આજે સમરસ પેનલના પ્રમુખ પદ માટે કમલેશભાઈ શાહ, ઉપ પ્રમુખ પદ માટે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પદ ઉપર પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે જ્યેન્દ્ર ગોંડલીયા,  ટ્રેઝ22 પદ માટે રાજેન્દ્રસિંહ ડી. ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરી પદ માટે મેહુલ મહેતા, કારોબારી સભ્યો તરીકે નીશાંત જોષી, ભાવેશ રંગાણી, અમીત વેકરીયા, પ્રવીણ સોલંકી, અજયસિંહ ચૌહાણ,  સાગર હપાણી, યશ ચોલેરા, વીશાલ કોટેચા અને  રણજીત મકવાણા તેમજ મહિલા કારોબારી અનામત પદ માટે રેખાબેન પટેલે તેમના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી અતુલભાઇ દવે,  કેતનભાઈ શાહ અને જયેશભાઇ અતીત સમક્ષ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે બહોળી સંખ્યામાં સિનીયર જુનિયર વકિલોએ ઉપસ્થિત રહી સમરસ પેનલના તમામ ઉમેદવારોના હારતોરા કરી જીતની શુભેચ્છા પાઠવી હતી.

 “ઉપ-પ્રમુખ” પદે સિધ્ધરાજસિંહે  સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી

બાર એસોસીએશનની ચુંટણીમાં “ઉપ-પ્રમુખ” પદના હોદા માટે અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહ કે. જાડેજાએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે.  સિધ્ધરાજસિંહ જાડેજા છેલ્લા 25 વર્ષથી વધારે સમયથી ફોજદારી પ્રેકટીશ કરે છે અને રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્યથી લઈ વિવિધ હોદ્દાઓ ઉપર 8 વખત ચુંટાઈ આવ્યા છે. સિધ્ધરાજસિંહ જાડેજા રાજકોટ બારમાં અનુભવી ઉમેદવાર છે. અને વકીલો માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરી

વકીલોનાં પ્રશ્નોને વાચા આપી નિષ્ઠા પૂર્વક, ઈમાનદારીથી કામગીરી રહ્યા છે. “બાપુ”નાં હુલામણા નામથી ઓળખાતા સિધ્ધરાજસિંહ જાડેજાને તમામ બાર એસોસીએશનનાં સીનીયર- જુનીયર ધારાશાસ્ત્રીઓ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતાં.

બારની ચૂંટણી બાર કાઉન્સીલના ઉમેદવારનું ભાવિ નકકી કરશે

બકુલ રાજાણી કાલે ઉમેદવારી નોંધાશે: બારની ગરીમા વધારી શકે તેવા ઉમેદવારોને વિજય બનાવવા વકીલોએ મનમનાવ્યું

રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી જંગમાં શિયાળાની ઠંડીમાં ગરમીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં લીગલ સેલ દ્વારા સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે  ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે પ્રમુખ પદમાં દાવેદારીની  બકુલ રાજાણીએ જાહેરાત કરી ચુક્યા છે. જ્યારે એક જૂથ ઉમેદવારી  ફોર્મ ભરાયા પછી પત્તા ખોલે તો નવાઈ નહીં  તેવું ચર્ચા રહ્યું છે.  સિનિયર જુનિયર વકીલોનો ટેકો હોવાની સાથે પ્રમુખ પદમાં સ્વતંત્ર રીતે  બકુલ રાજાણી અને સેક્રેટરી તરીકે સુમિત વોરા આવતીકાલે ઉમેદવારી નોંધાવાના છે.

સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માટે ઉમેદવાર નો રાફડો ફાટ્યો છે. ત્યારે  ત્રિપાઠીઓ જંગ જામે તો નવાઈ નહીં.ફોર્મ પરત ખેંચવાની તારીખે જ ચિત્ર ક્લિયર થશે અને ક્યુ જૂથ કોની સાથે છે. સમય જ કહેશે પ્રદેશ ભાજપ લીગલ સેલના પૂર્વ ક્ધવીનર અને બાર કાઉન્સિલ ગુજરાતના મેમ્બર દિલીપભાઈ પટેલ  વકીલોના પ્રશ્નોને વાચા આપી અને ભાજપ લીગલ સેલની વિચારધારા સાથે જોડાવી વટ વૃક્ષ બનાવ્યું છે.

દિલીપ પટેલ ચૂંટણીમાં કોને ટેકો જાહેર કરે છે તે આવનારો સમય બતાવશે  ચર્ચાથી વિગતો મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં લીગલ સેલના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલું ક્રોસ વોટિંગ આ ચૂંટણીમાં કોને નડશે તે મત પેટી ખુલ્યા બાદ જ બહાર આવશે. બાર એસોસિએશનની ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલની વિરુદ્ધમાં લીગલ સેલના વકીલો પ્રચાર અને મતદાન કરશે તો તેની સામે પગલાં લેવામાં આવશે તેવું શહેર ભાજપના વર્તુળોમાં ચર્ચા રહ્યું છે. બાર એસોસિએશનની ચૂંટણી  આવતા વર્ષે યોજાનારી  બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મહત્વનું પરિબળ બની રહેશે

બાર એસોસિએશનની ચૂંટણી માં ચૂંટણી જંગમાં સિનિયર જુનિયરો કોની તરફે ઝુકશે તે હજુ સુધી કોઈએ પત્તા ખોલ્યા નથી. તેમજ મહિલા ધારાશાસ્ત્રી કયા જૂથ તરફે મતદાન કરે શે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે આ ઉપરાંત સરકારી વકીલો માટેના કલેકટર કચેરી દ્વારા ઈન્ટરિયા લેવામાં આવ્યા બાદ નિમણૂક કોની કોની થાશે તે પરિબળ  પણ ચૂંટણીમાં મુખ્ય ભાગ ભજવે તો નવાઈ નહીં . ઘંટેશ્વર ખાતે નવનિર્માણ પામેલી કોર્ટ બિલ્ડીંગનુ લોકાર્પણ , વકીલોના પ્રશ્નોને કોણ ન્યાય અપાવશે અને  રાજકોટ સહિત રાજ્યભરમાં બારની ગરિમા વધારી શકે તેવા વકીલોને વિજય બનાવવા કોર્ટ લોબીમાં ચર્ચા રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.