Abtak Media Google News

દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળલકવા નાબુદી અભિયાન અંતર્ગત સારા પરિણામો અને દેશમાંથી બાળલકવા નાબુદ કરવાના હેતુથી આ અભિયાનના ભાગ રૂપે ભારત સરકારશ્રી દ્રારા તા.10 ડિસેમ્બરે રાજકોટ જિલ્લાના તાલુકાના ગ્રામ્ય/નગરપાલીકા વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી અપાશે. આ રસીકરણની કામગીરી માટે રાજકોટ જિલ્લાના તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી થઇ ચૂકી છે.

જોરસીકરણમાં બાળ બાકી હશે તો સ્થળ પર જઈ રસી અપાશે

રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના 17184 બાળકો તા.10 ડિસેમ્બરે રસી આપવા માટે 919 રસીકરણ બુથ બનાવામાં આવશે. 1753 રસીકરણ ટીમો બનાવાઇ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવીઝન માટે 189 સુપરવાઈઝરો નીમવામાં આવ્યા છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે 227 મોબાઇલ ટીમો મુકાશે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે 46 ટ્રાન્ઝીટ ટીમો ગોઠવાશે.

આ અભિયાન પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવવામાં આવ્યા છે અને ત્યાં પોલિયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્ય ટીમ દ્રારા અપાશે જયારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની તપાસ કરાશે. અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસી અપાશે જે માટે 1753 રસીકરણ ટીમો બનાવાઇ છે.

તા.10 ડિસેમ્બર-ર0ર3 ના રોજ પોલિયો રવિવારના દિવસે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવાની રહેશે. બાળક સામાન્ય બિમાર હોય, અગાઉ ગમે એટલીવાર આ રસી લીધી હોય તો પણ આ દિવસે અવશ્ય રસી અપાવવાની અપીલ આરોગ્ય તંત્રએ જાહેર જનતાને કરી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમરાજકોટ જિલ્લાની આ કામગીરી કરશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.નિલેશ.એમ.રાઠોડની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.