પડધરીના ખોડાપીપરા ગામે જૂગટું રમતા 10 પકડાયા

પડધરી તાલુકાના ખોડા પીપર ગામની સીમમાં ધમધમતા જુગાર ધામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડી જુગાર રમતા 10 શખ્સોની ધરપકડ કરી રોકડા રૂા.1.06 લાખ, 10 મોબાઇલ અને 10 બાઇક મળી રૂા.4.15 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામી દેવા એસ.પી. બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે પડધરી પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ. પોપટ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

વાડીમાં દરોડો પાડી રૂા.1.06 લાખ, 10 મોબાઇલ અને 10 બાઇક મળી રૂા.4.15 લાખનો મુદ્દામાલ કબ્જે

પેટ્રોલીંગ દરમ્યાન ખોડા પીપર ગામે રહેતા વાઘજી પીપળીયાની વાડીમાં જુગાર રમાતો હોવાની કોન્સ્ટેબલ, ધર્મેશભાઇ પરમારને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નવલ વાઘજી પીપણીયા, અનિલ અમર પીપળીયા, હેમરાજ આનંદ બસીયા, રાજેશ નાથા પીપળીયા, જગદીશ કરમશી પેઢળીયા, નવજાત પ્રેમજી પીપળીયા, આયદન બસીયા, નીલેશ ભીમજી ગઢીયા અને ધીરૂ કેશુ ગઢીયાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂા.1.06 લાખ રોકડા, 10 મોબાઇલ અને 10 બાઇક મળી રૂા.4.15 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.