Abtak Media Google News

વિદ્યાર્થીઓ, પેરેન્ટસ અને શિક્ષકો સારા પરિણામથી ખુશ-ખુશાલ

આજરોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા એસ.એસ.સી.નું ૬૭.૬૦ આવ્યું છે ત્યારે ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલનું ૧૦૦ ટકા પરીણામ આવ્યું છે. આ તકે ક્રિષ્ના સ્કૂલના તૃપ્તીબેન ગજેરાએ જણાવ્યું છે કે, બોર્ડનું રીઝલ્ટ ૬૭.૫૦ ટકા છે. ઓલ ઓવર વિદ્યાર્થીઓને મેથેમેથીકસમાં નબળું રીઝલ્ટ છે પરંતુ ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલનું ગુજરાતી અને ઈંગ્લીશ મીડિયમ બંને બોર્ડમાં ૧૦૦% રીઝલ્ટ છે. રાજકોટ બ્રાંચનું ૯૫% રિઝલ્ટ છે. અમારા બધા વિદ્યાર્થીઓ તેમના પેરેન્ટસ ટિચરો બધા સારા પરિણામથી ખુબ જ ખુશ છે. વિદ્યાર્થીઓ વધારે રિટર્ન વર્ક કરે તેના પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. કારણકે વિદ્યાર્થીઓને લેખિતમાં એકઝામ આપવાની હોય છે. બેઝીક વસ્તુ ઉપર ખાસ ધ્યાન દેવામાં આવે છે. વારંવાર વિદ્યાર્થીઓનું ઈન્ટરેસ્ટ હોય તેના આધારે તેમને માર્ગદર્શન આપતા હોઈએ છીએ.

આયુષી વાઘેલા બોર્ડમાં ૧૦માં રેન્ક સ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કયુર્ં હતું. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, અમે ખુબ જ મહેનત કરી છે અને આ તેનું રીઝલ્ટ છે એટલે ખુબ જ ખુશી થાય છે. સ્કૂલ તરફથી જે પ્રિપેરેશન કરવામાં આવતી હતી તેનું ખુબ જ આભારી છીએ. ત્રણ મહિનાથી અમારી પાસે એકઝામ લેવામાં આવતી હતી. જેથી બોર્ડની એકઝામનો ડર લાગતો ન હતો.સ્કૂલના શિક્ષકો દ્વારા મોટીવેશન કરવામાં આવતું હતું કે, તમારાથી આ થઈ શકે છે તેથી તેમના ખુબ જ આભારી છીએ. મનથી વાંચીને તો કેટલી કલાક વાંચવું તે મહત્વનું નથી.

7 20જેઠવાની કંગનાએ સ્કુલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, જે રીઝલ્ટ આવ્યું છે. તેનાથી ખુબ જ ખુશ છીએ. સ્કૂલ તરફથી સપોર્ટ કરવામાં આવ્યો હતો. કઈ રીતે મહેનત કરવી જેથી કોઈ ભુલ ન થાય અને તેનાથી સારું રીઝલ્ટ આવ્યું છે. વિદ્યાર્થીની કેપીસીટી પ્રમાણે મહેનત કરવી જોઈએ તેમને ફોર્સ ન કરવો જોઈએ.

રામાણી દિવ્યાંશુ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, ખુબ જ મહેનત કરી છે તો તેટલું તો રીઝલ્ટ આવ્યું છે. સ્કૂલ તરફથી અલગ અલગ રીતે યાદ આપવાની પ્રેકટીસ કરાવવામાં આવતી હતી. જેમાં ચાર્ટ બનાવીને, ટેબલ બનાવીને યાદ રખાવતા હતા. વિદ્યાર્થીઓએ પણ પોતાની ઈચ્છા મુજબ કરવું જોઈએ.

8 10હેન્ડીકેપ દેવાંગ ડાભીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં બોયસમાં ટોપ ટુમાં આવ્યો છે. અત્યારે ખુબ જ ખુશ છું. મારા પપ્પા મંજુરી કામ કરે છે છતાં મને સારી સ્કુલમાં બેસાડયો તો તેનાથી હું ખુબ જ ખુશ છું. સ્કૂલમાંથી અમને એડવાઈસ આપવામાં આવી હતી. જેનાથી સારા માર્ક આવ્યા છે. તેમને અભિનંદન અને જે વિદ્યાર્થીઓનું પરીણામ નબળું આવ્યું હોય તો તેમના વાલીઓને એમ કહીશ કે તમારા બાળકોને પ્રેમથી સારી રીતે રાખો જેથી વિદ્યાથીઓ સારું પફોમન્સ આપશે.

ઘણાય લોકો ડિસેબલ હોય છે તો તેમને કહીશ તેમને ઉદાસ ન થવું જોઈએ. જે આપણી પાસે છે તેનાથી આગળ વધવું જોઈએ અને મહેનત કરવી જોઈએ મારે આગળ એન્જીનીયરીંગ બનવું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.