Abtak Media Google News

યા મૌલા-અલી મદદ ગ્રુપ ધોરાજી દ્વારા ભારત ગેસ એજન્સીના વિક્રેતા હેપીહોમ ગેસ એજન્સીના સહયોગથી ભારત સરકારની ઉજ્જવલા યોજના-૨ અંતર્ગત વિનામુલ્યે કુલ ૧૦૨ ગેસ કીટની અર્પણવિધિ કરાય હતી.

Advertisement

હાલમાં રાશનકાર્ડમાં ગરીબોને કેરોસીનનું વિતરણ બંધ ધાતા, ભારત સરકારે ફકત ગરીબ મહિલાઓને આ ઉજ્જવલા યોજના-૨ હેઠળ તથા અમલીકરણના ભાગરૂપે નિ:શુલ્ક/વિનામુલ્યે રાંધણ ગેસ-કીટ અર્પણ કરેલ છે જે અંતર્ગત ધોરાજીમાં પ્રથમવાર ભારત ગેસ એજન્સીવાળા હેપીહોમ ગેસ એજન્સીએ કુલ ૧૦૨ રાંધણ ગેસ-કીટ કનેકશનો પાસ કરીને મૌલા-અલી મદદ ગ્રુપ દ્વારા વિતરણ કરેલ છે.

હેપીહોમ ગેસ એજન્સીના સંચાલકો નિશાંતભાઈ ઠુંમર, ધીરૂભાઈ કોયાણી, ચંદ્રેશભાઈ વઘાસીયાએ આજરોજ હાજર રહીને વધુ ૩૦૦ અરજીઓ સ્વીકારીને ગેસ કનેકશનો નિ:શુલ્ક આપવાની ખાત્રી આપેલ છે.

આ સમારંભમાં ધોરાજી પાલિકા પ્રમુખ ડી.એલ.ભાષા, ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણા,સૌરાષ્ટ્ર માલધારી સમાજના પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઈ ખુરંશી, વરિષ્ઠ ધારાશાસ્ત્રી એડવોકેટ એન્ડ નોટરી અમીનભાઈ નવીવાલા, સખીદાતા રહીમભાઈ ભગાડ, સલીમભાઈ ભગાડ, મૌલા અલી મદદ ગ્રુપના કર્તાહર્તા સમાહર્તા સૈયદ રફીકમીંયા બાપુ પંજેતની, પીરે-તરીકત સૈયદ મુનીરબાવા,શેરે સૌરાષ્ટ્ર મૌલાના ગુલામ મોહંમદ રઝવી, પૂર્વ નગરપતિ કાસમભાઈ ખુરંશી, ગરાણા સમાજના અગ્રણીઓ શબ્બીરભાઈ ગનીભાઈગરાણા, મોહંમદ કાસિમ ગરાણા, જબ્બારભાઈ ગરાણા (નાલબંધ), ધોરાજી ન.પા.કારોબારી ચેરમેન જગદીશભાઈ રાખોલીયા, ગોપાલભાઈ કોયાણી, દિનેશભાઈ વોરા, દિલીપભાઈ જાગાણી, નગરસેવકો ખાલીદખાન ઐયુબખાન પઠાણ, મોહંમદભાઈ લાખા, ખાટકી સમાજના પ્રમુખ અને સુ-સમ્ય નુરમોહંમદ બચુભાઈ કારવા, મતવા સમાજના અગ્રણીઓ અમીનભાઈ મતવા, સુલેમાનભાઈ કુરેશી, હારૂનભાઈ એલકેએલ વિગેરે હાજર રહ્યાં હતા.

આ પ્રસંગ સમારંભને સફળ બનાવવા માટે મૌલા અલી મદદ ગ્રુપના કાર્યકરો રફીકબાપુ, મુનીરબાવા, મુનાફ બાપુ, બાવા બાપુ, આશીફ બાપુ, સિરાજબાપુ, સલીમભાઈ પાનવાલા, જુસબ માસ્ટર, મકબુલભાઈ ગરાણા, મો.કાસિમ ગરાણા વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.