Abtak Media Google News

સંતો, મહંતો, પૂર્વ ધારાસભ્યો પણ સમર્થકો સાથે ઉમટી પડયા

વિધાનસભા ચુંટણી માટે શરુ થયેલી સેન્સ પ્રક્રિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ બેઠકો માટે 107 દાવેદારો ઉમટી પડયા હતા.સંતો, મહંતો, પૂર્વ ધારાસભ્યો સહિત આગેવાનોએ પોતાના સમર્થકો સાથે શકિત પ્રદર્શન કર્યુ હતું.

વિધાનસભાની ચુંટણી નજીક આવી છે ત્યારે  ભાજપ દ્વારા પણ હવે ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે અને ચૂંટણી લક્ષી કાર્યક્રમો પણ આપી રહ્યા છે કરોડો રૂપિયાના વિકાસના કામોના પેકેજ જાહેર કરવામાં આવી રહ્યા છે વિવિધ પ્રકારની રેલીઓ તથા સભાઓ પણ સંબોધન કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પણ 5 વિધાનસભા ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે હાલ ની પરિસ્થિતિ મુજબ તમામ પક્ષો દ્વારા તડામાર ત્યારીઓ શરૂ કરી દેવા માં આવી છે.  આ મામલે સુરેન્દ્રનગર ની પ્રેસિડેન્ટ હોટલ માં વહેલી સવાર થી લઈ સાંજ સુધી ભાજપ ના 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવા માં આવી હતી.

મોટી સંખ્યા માં સંતો મહંતો ભાજપ ના પૂર્વ સંસદ મંત્રીઓ ધારાસભ્ય અને હોદેદારો એ 5 વિધાનસભા ની બેઠક પર ચૂંટણી લડવા ની ત્યારી દર્શાવી છે.જેમાં વઢવાણ પર થી 29 દશાડા થી 21 ધાગધ્રા થી પણ 29 અને ચોટીલા થી 22 અને લીમડી થી 8 લોકોએ ચૂંટણી લડવા સેન્સ આપી છે અને ત્યારીઓ દર્શાવી છે.જેમાં ખાસ કરી અને પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા અને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા એ પણ ટિકિટ ની માગણી કરી છે.ત્યારે હવે સુરેન્દ્રનગર ની 5 બેઠકો પર કોને ટિકિટ મળશે તે આગામી સમય માં જાહેર કરવા માં આવશે.હાલ 3 નિરીક્ષકો એ તમામ વિગતો અને કાર્યકરો ના અભિપ્રાય લઈ ફાઇલ ત્યાર કરી ગાંધીનગર આ ફાઈલો સોંપવા અંગે ની તજવીજ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો ઉપર સૌથી સેફ અને નિશ્ચિત ગણાતી બેઠકો અને ભાજપનો ગઢ ગણાતી બેઠકે વઢવાણ વિધાનસભાની બેઠક છે છેલ્લા 25 વર્ષથી વઢવાણ વિધાનસભાની બેઠક ઉપર ભાજપ ક્યારે હાર્યું નથી અને ભાજપના ઉમેદવારો જંગી બહુમતી સાથે જ વઢવાણ વિધાનસભાની બેઠક ઉપરથી જીત મેળવી રહ્યા છે ત્યારે હવે ભાજપનો ગઢ ગણાતી વઢવાણ બેઠક ઉપર ચાલુ ધારાસભ્ય ધનજીભાઈ પટેલે પણ પોતાના સમર્થકોને સાથે રાખી અને ટિકિટની માંગણી કરી છે અને પરંતુ વિધાનસભાની ચૂંટણી આવતા હવે ધનજીભાઈ પટેલ પણ ટિકિટ માગવા માટે સેન્સ આપી ચૂક્યા છે ત્યારે બીજી તરફ આઈ કે જાડેજા ના સમર્થકો પણ નિરીક્ષકો નજીક પહોંચી અને સેન્સ પ્રક્રિયા થોડીવાર અટકાવી અને ત્યારબાદ વઢવાણ વિધાનસભાની બેઠક ઉપરથી આઈ કે જાડેજા ને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવા પહોંચ્યા હતા

પૂર્વ મંત્રીઓ પૂર્વ ધારાસભ્યો અને આગેવાનો કતારમાં

સુરેન્દ્રનગર શહેરની પ્રેસિડેન્ટ હોટેલ ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે ત્યારે હવે ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ત્યારે ત્રણ નિરીક્ષકો ની હાજરીમાં આ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો ઉપર ચૂંટણી લડવા માટે 107 જેટલા અલગ અલગ ભારતીય જનતા પાર્ટીમાં હોદા ધરાવતા અને પૂર્વ ધારાસભ્ય સાંસદ સભ્ય અને મંત્રીઓ એ સેન્સ આપી છે ત્યારે મધરાત્રી સુધી ભાજપની સેન્સ પ્રક્રિયા યથાવત રહી છે ત્યારે હવે કોને ટિકિટ આપવામાં આવે છે તે પણ એક સવાલ ઉદભવી રહ્યો છે કારણ કે અનેક દિગ્ગજ નેતાઓએ ઉમેદવાર તરીકે તેમને પસંદ કરવામાં આવે તે અંગેનો અભિપ્રાય આપ્યો છે ત્યારે હવે ભાજપ પક્ષ ફરી સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો ઉપર મૂંઝવણમાં મુકાયો.

સૌથી વધુ વઢવાણ અને ધાંગધ્રા બેઠક ઉપરથી 29 દાવેદાર

સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી ભાજપ માટે નિશ્ચિત બેઠક ગણાતી વઢવાણ વિધાનસભાની બેઠક ઉપરથી 29 જેટલા આગેવાનોએ ચૂંટણી લડવા અંગેની તૈયારીઓ દેખાડી છે જેમાં ખાસ કરીને  ચંદ્રેશભાઇ શિવલાલભાઈ માકાસણા નરેશભાઈ ધનરાજભાઈ કૈંલા ધનજીભાઈ આણંદજીભાઈ પટેલ વાય બી રાણા ડો.રૂદ્રદત્તસિંહ ઝાલા અને અન્ય કેટલાક દિવસ કાર્યકર્તાઓ નેતાઓ અને ભાજપ સાથે જોડાયેલા તેમજ સેવાકીય પ્રવૃતિ કરતા 29 જેટલા લોકોએ ટિકિટની માંગણી કરી છે આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી એ પણ  વઢવાણ વિધાનસભાની બેઠક ઉપરથી માંગણી કરી હોવાનું પણ ચર્ચા રહ્યું છે આ ઉપરાંત આઈ કે જાડેજા પણ વઢવાણ વિધાનસભાની બેઠક ઉપરથી લડે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે આ ઉપરાંત ધાંગધ્રા બેઠક ઉપરથી પણ 29 જેટલા આગેવાનોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે જેમાં દેવજીભાઈ ફતેપુરા કે જે પૂર્વ સાંસદ છે તેમને પણ ટિકિટની માંગણી કરી છે આ  પટેલ સમાજના 18 લોકોએ ટિકિટની માંગણી ધાંગધ્રા વિધાનસભાની બેઠક ઉપરથી કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.