Abtak Media Google News

જીજ્ઞાબેન પંડયાએ ચુંટણી લડવાની અનિચ્છા વ્યકત કરતા જગદીશભાઇ મકવાણાને ટિકિટ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 166 બેઠકો માટે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ઉમેદવારના નામ ઘોષીત કરી દેવામાં આવ્યા છે. પૂર્વ અને હયાત અનેક ધારાસભ્યોને ટિકીટ મળવાના કારણે ભાજપમાં વિરોધ વંટોળ ફાટી નીકયો છે.

Advertisement

જેને શાંત પાડવા માટે ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ચાર કલાકની મેરેથોન  બેઠક યોજી હતી. જેમાં ડેમેજ ક્ધટ્રોલ કરવા માટે કેટલાંક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા જીજ્ઞાબેન પંડયાને ટિકીટ આપવામાં આવી હતી. દરમિયાન ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાને એક પત્ર લખે હતો જેમાં વિધાનસભાની ચુંટણી માટે ટિકીટ ફાળવવા બદલ આભાર માન્યો હતો. સાથો સાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો પણ આભાર વ્યકત કર્યો હતો. તેઓએ વિધાનસભાની ચુંટણી નહી લડવાની ઇચ્છા વ્યકત કરી હતી. વઢવાણ બેઠક પરથી ભાજપના બીજા કોઇ કાર્યકતાને ઉમેદવારી કરવાની તક આપવામાં આવે તેવી વિનંતી કરી હતી.

જીજ્ઞાબેન પંડયાએ ચુંટણી લડવાની અનિચ્છા વ્યકત કર્યા બાદ ભાજપ દ્વારા વઢવાણ બેઠક પર ઉમેદવાર બદલ્યા હતા અને જિલ્લા ભાજપના પ્રમુખ જગદીશભાઇ મકવાણાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આજે તેઓએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.