Abtak Media Google News

ઉપલેટામાં એક કોપી કેસ નોંધાયો: કાલે ધો.૧૦મા વિજ્ઞાન અને ટેકનોલોજી

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચસ્તર માઘ્યમિક ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનો ગઇકાલે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. ધો.૧૦ અને ધો.૧રના વિઘાર્થીઓનું કુમ કુમ તિલક અને મોઢુ મીઠુ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિઘાર્થીઓની સાથો સાથ વાલીઓ પણ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. ગઇકાલે ધોરણ ૧૦માં ગુજરાતીનું પ્રશ્ર્નપત્ર સરળ નીકળતા વિઘાર્થીઓ ખુશખુશાલ થઇ ગયા હતા જયારે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વોનું પેપર લેવાયું હતું અને ઉપલેટામાંથી એક કોપી કેસ નોંધાયો હતો. જો કે ધોરણ ૧૦માં એક પણ કોપીકેસ નોંધાયો ન હતો. ઉલ્લેખનીય છે કે આજે ધોરણ ૧૦માં કોઇ જ પરીક્ષા લેનાર નથી. ધો.૧ર સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાન અને આર્ટસમાં ઇતિહાસની પરીક્ષા આજે લેવામાં આવશે.

ધો.૧૦નાં છાત્રો માટે ગુજરાતી અને અંગ્રેજીના પેપર પ્રથમ દિને લેવાયા હતા. બન્ને પેપર સહેલા હતા અને ગ્રામરના ચારેક સવાલોને બાદ કરતાં બધુ ટેક્ષબુક આધારીત જ પુછાયું હતું. જયારે ધો.૧ર સામાન્ય પ્રવાહના છાત્રોનું બપોરે લેવાયેલ નામાના મુળ તત્વોના પેપરમાં નવા કોર્સને કારણે સહેલા દાખલાઓ પૂછાયા હતા. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ફિજીકસક પેપર લેવાયું હતું. તે પણ સહેલું નીકળ્યું હતું. વિકલ્પો પણ સહેલા પૂછાયા હતા.

બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે જ એક કોપીકેસ  સાથે ગેરરીતીનો કેસ નોંધાયો હતો. ઉ૫લેટાની પી.જે. ક્ધયા વિઘાલય ખાતે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વોની પરીક્ષાનાં ગરબડ જણાતા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક છાત્ર ગેરરીતી આચરતા ઝડપાઇ જતાં તેની સામે કોપીકેસ નોંધાયો હતો.

પ્રથમ દિવસના બધા જ પ્રશ્ર્નપત્ર સહેલા નીકળ્યા હતા. આજરોજ તા.૧૩મી માર્ચના રોજ ધોરણ-૧૦ અને ધો.૧ર સાયન્સ પ્રવાહમાં  એક પણ વિષયનું પેપર નથી જયારે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં તત્વ જ્ઞાન અને આર્ટસમાં ઇતિહાસનું પેપર લેવામાં આવશે પ્રથમ દિવસે પેપર સહેલા નીકળતા વિઘાર્થીઓને આશા છે કે હવે પછીના પ્રશ્ર્નપત્ર પણ સરળ જ નીકળશે.

આવતીકાલે લેવાનારા પેપરો

ધોરણ ૧૦માં  વિજ્ઞાન અને ટેકનોલોજી

ધોરણ ૧ર સામાન્ય પ્રવાહ આંકડા શાસ્ત્ર

ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.