Abtak Media Google News

ગુરુપૂર્ણિમાની સ્પીચ આપતા પહેલા

નાનપણથી હદયનું વજન વધારે હોવાની બિમારીના કારણે મોત થયાનું તબીબોનું પ્રાથમિક તારણ: એકના એક પુત્રના મોતથી પટેલ પરિવારમાં કલ્પાંત

રીબડા પાસે આવેલી એસ.જી.વી.પી ગુરુકુળમાં ધો.10માં અભ્યાસ કરતા ધોરાજીના વિદ્યાર્થીનું ગુરુપૂર્ણિમાની સ્પીચ આપે તે પહેલા જ સ્ટેજ પર ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ પટેલ પરિવાર અને પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને તેના મોતનું કારણ જાણવા અંગે તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આપ 15 વર્ષના વિદ્યાર્થીને નાનપણથી જ હૃદયનું વજન વધારે હોવાની બીમારીના કારણે મોત થયા હોવાનું તબીબો એ પ્રાથમિક તારણ આપ્યું હતું પરંતુ પીએમ રિપોર્ટ બાદ જ ચોક્કસ કારણ બહાર આવવાનું જાણવા મળ્યું છે.

બનાવાની મળતી માહિતી અનુસાર ધોરાજીના કલ્યાણ સોસાયટી ખાતે રહેતા કારખાનેદાર વિન્ટુભાઈ ભાયાણી ના પુત્ર દેવાંશ વિન્ટુભાઈ ભાયાણી (ઉ.વ.15) કે જે રીબડા પાસે આવેલી એસજીવીપી ગુરુકુળમાં ધોરણ 10 માં છેલ્લા ત્રણ માસથી અભ્યાસ કરે છે. આજે ગુરુપૂર્ણિમા હોવાથી શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દેવાંશ તે કાર્યક્રમમાં સ્પીચ આપવાનો હતો ત્યારે સવારના 8:30 વાગ્યે પ્રાર્થના પૂરી થયા બાદ તે સ્ટેજ પર સ્પીચ આપવા માટે ઉભો થયો ત્યાં તે ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પટેલ પરિવારને થતા તેના પર આભ ફાટી પડ્યું હતું

બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા તેઓ હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતક દેવાંશના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ મામલે પોલીસે તબીબો સાથે મોતના કારણ અંગે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક દેવાંશને નાનપણથી હદયનું વજન વધારે હોવાની બીમારી હતી. જેથી તે કારણે તેનું મોત ની નિપજ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યો હતો પરંતુ મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.

મૃતક દેવાંશ પટેલ પરિવારનો એકનો એક પુત્ર હતો.અને છેલ્લા ત્રણ મહિનાથી એસજીવીપી ગુરુકુળમાં તે ધો.10 નો અભ્યાસ કરતો હતો. જ્યારે તેના પિતા ધોરાજીમાં કારખાનું ચલાવે છે.અને તેના દાદા ભુપતભાઈ ગોરધનભાઈ ભાયાણી સીદસર મંદિરના ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે.

મૃતક સીદસર મંદિરના ટ્રસ્ટી ભુપતભાઇ ભાયાણીનો પૌત્ર 

ધો.10 માં અભ્યાસ કરતો અને મૂળ ધોરાજીના કલ્યાણ સોસાયટી માં રહેતો મૃતક દેવાંશના દાદા સીદસર મંદિરના ટ્રસ્ટી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. હાલ પટેલ પરિવારના એકના એક પુત્રના કરુણ મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.