Abtak Media Google News

રોજગાર કચેરીએ બેરોજગારોને રાહ ચીંધી

રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અને રોજગાર લક્ષી સેમિનારનું કરાય છે આયોજન

રોજગાર વિભાગ રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા અને નોકરી શોધનારાઓ  માટે કાર્યબળ આયોજન, કૌશલ્ય વિકાસ સાથે કારકિર્દી બને તે માટે જરુરી માગેદશેન અને નોકરીઓ અપાવવામાં સહયોગ તેમજ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.

ઉચ્ચ શિક્ષણ બાદ યોગ્ય ક્ષેત્રમાં રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારના શ્રમ અને  રોજગાર વિભાગ  હેઠળ રોજગાર કચેરી બ્રીજનું  કામ કરે છે.

રાજકોટ  જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી માટે માર્ગદર્શક સેમિનારો તેમજ ભરતી મેળાઓનું સમયાંતરે આયોજન કરવામાં આવતું  હોય છે. રાજકોટમાં વર્ષ 2022 એપ્રિલ થી ડિસેમ્બર માસ દરમ્યાન 45 જેટલા રોજગાર ભરતી મેળાના આયોજન કરવામાં આવ્યા હતું. જેમાં 5,501 ઉમેદવારોની વિવિધ ક્ષેત્રમાં  પસંદગી થયેલી છે.ઉમેદવારો વચ્ચે બ્રિજ સમાન અનુબંધમ પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પોર્ટલ પર નોકરીદાતાઓ અને રોજગાર વાંચ્છુકો નોંધણી કરાવી ખાલી જગ્યા પર ઈન્ટરવ્યું દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. આ પોર્ટલ પર 2,512 જેટલા નોકરી દાતા અને 14,401 જેટલા ઉમેદવારોએ નોંધણી કરાવી ચુક્યા છે.આ ઉપરાંત ઉમેદવારોને મદદરૂપ થવા રોજગાર સેવા સેતુ હેલ્પલાઇન બહાર પાડવામાં આવી છે. 63573 90390 નંબર ડાયલ કરવાથી એમ્પલયોમેન્ટ કાર્ડ, રોજગાર ભરતી મેળા, કેરિયર કાઉન્સેલિંગ સહિતની મદદ રોજગાર વાંચ્છુક  ઉમેદવારોને પુરી પાડવામાં આવે છે.

વિદ્યાર્થીઓને સૌથી વધુ  મુંજવતો  પ્રશ્ન એ છે કે ક્યાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે રહેલો હોય છે. શાળા/કોલેજમાં અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓને કેરિયર કાઉન્સેલિંગ મળી રહે તે માટે  રોજગાર કચેરી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2022 માં 39 જેટલા સેમિનારનું  આયોજન કરવામાં આવ્યું  હતું. જેમાં 4,366 જેટલા વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે.

રોજગાર કચેરી દ્વારા અભ્યાસ દરમ્યાન જો કોઈ વિદ્યાર્થી સ્વ-રોજગાર કરવા ઈચ્છતો હોઈ તો તેઓને રાજ્ય સરકારની વિવિધ સ્વ-રોજગાર લક્ષી યોજનાઓની માહિતી તેમજ માર્ગદર્શન પુરી પાડવામાંઆવે છે.  એપ્રિલ – 2022 થી ડિસેમ્બર માસ દરમ્યાન 10 શિબિર યોજાઈ, જેમાં 396 યુવાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં 104 જેટલી શાળા કોલેજમાં કેરિયર કોર્નર કાર્યક્રમો ચલાવવામાં આવે છે.         .

ગુજરાતના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ માત્રામાં સ્થાન મેળવે તે માટે રોજગાર કચેરી દ્વારા  30 દિવસીય ‘’સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ” કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે.  જેમાં યુવાનોને નિ:શુલ્ક રહેવા – જમવાની  સુવિધા, પરીક્ષાને લગતી તાલીમ તેમજ રૂ. 3300 સ્ટાઈપેન્ડ  આપવામાં આવે છે.  જેમાં 90 જેટલા યુવાઓને તાલીમ પુરી પાડવામાં આવી છે. હાલમાં જ રોજગાર  કચેરીના સહયોગથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આર્મી ભરતી  રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અથવા રોજગારી કરવા માંગતા યુવાઓ માટે ” એમ્પ્લોયમેન્ટ  કેરિયર ઇન્ફોરમેશન” સેન્ટર કે  જેમાં પાસપોર્ટ, વિઝા, આઈલેટીએસ, ટોફેલ, જીમેટ સહિતની પરીક્ષાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગત વર્ષમાં રાજકોટ જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં 27 જેટલા ” એમ્પ્લોયમેન્ટ  કેરિયર સેમિનારનું આયોજન  કરવામાં  આવ્યું હતું, જેમાં 2,136 ઉમેદવારોએ ભાગ લીધો હતો.

ભણી લીધા પછી રોજગારલક્ષી કારકિર્દી બનાવવામાં માર્ગદર્શન અનિવાર્ય: ચેતન દવે

રોજગાર કચેરી મદદનીશ નિયામક ચેતન દવેએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે  બહુમાળી ભવન ખાતે કાર્યરત મદદનીશ નિયામક રોજગારની કચેરી કારકિર્દી અને રોજગાર વાંચ્છુકો માટે બહુવિધ કાર્યક્રમો દ્વારા સદેવ તત્પર રહે છે

ખાસ કરીને આઈ.ટી.આઈ. સંલગ્ન કોર્સ દ્વારા રાજકોટની વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં વ્યાપક પ્રમાણમાં રોજગારી અપાવવામાં સફળ રહી છે.સરકારી, ખાનગી કોન્ટ્રાક્ટ તેમજ ઇન્ડસ્ટ્રીય કે ઓફીસોમાં પણ જગ્યાઓ ભરવા જે તે ફેકલ્ટી કે યુનિટ રોજગાર કચેરીનો સંપર્ક કરતા હોય છે.અને તેમાં નોંધાયેલ લાયક ઉમેદવારની પસંદગી થતી હોય છે. જે માટે જિલ્લા રોજગાર કચેરી તબક્કાવાર ભરતી કેમ્પનું પણ આયોજન કરે છે. ઉદ્યોગકારો અને નોકરીદાતાઓએ રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અનુબંધમ પોર્ટલ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાથી જે તે કંપનીએ તેમને જોઇતા હોય તેવી લાયકાતવાળા ઉમેદવારો રોજગાર કચેરીના અનુબંધમ પોર્ટલ ઉપરથી જ મળી જશે. રોજગાર વિભાગ રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા અને આર્થિક વૃદ્ધિને સરળ બનાવવા માટે મદદરૂપ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.