Abtak Media Google News

રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 810, પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર

રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 118 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં એક જ વિસ્તારમાં સાત વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 810 થવા પામ્યો છે. જે પૈકી પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે. ગુજરાતમાં સોમવારે અમદાવાદમાં નવા 52 કેસ, રાજકોટ શહેરમાં નવા 12 કેસ, સુરત શહેરમાં 12 કેસ, વડોદરામાં નવા 7 કેસ, ભાવનગર શહેરમાં 1 કેસ, સાબરકાંઠામાં 5 કેસ, વડોદરામાં 5 કેસ, મહેસાણામાં 3 કેસ, રાજકોટ જિલ્લામાં 3 કેસ, અમદાવાદમાં 2 કેસ, આણંદમાં 2 કેસ, મહિસાગરમાં 2 કેસ, નવસારીમાં 2 કેસ, અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, કચ્છ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના 9 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં વોર્ડ નં.8માં સાત લોકો સંક્રમિત થયા છે. જેમાં મહાવીરનગરમાં 23 વર્ષીય મહિલા, નાના મવા રોડ પર 36 વર્ષીય મહિલા, રૈયા રોડ પર 70 વર્ષીય પુરૂષ, શ્રી કોલોનીમાં 54 વર્ષીય મહિલા, અમીન માર્ગ પર 28 વર્ષીય યુવાન, સુમન સિલ્વર પાર્કમાં 38 વર્ષીય યુવાન, વૈશાલીનગરમાં 75 વર્ષીય આધેડ, વોર્ડ નં.10માં નિર્મલા રોડ પર 45 વર્ષીય યુવાન, નીલ સિટી ક્લબમાં 57 વર્ષીય આધેડ, વોર્ડ નં.18માં કોઠારિયા રોડ પર 50 વર્ષીય મહિલા, વોર્ડ નં.7માં જાગનાથ પ્લોટ વિસ્તારમાં 38 વર્ષીય યુવાન અને વોર્ડ નં.9માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં 67 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થયા છે. તમામ દર્દીઓએ વેક્સિનના બે કે ત્રણ ડોઝ લઇ લીધા છે. 12 પૈકી માત્ર એક જ વ્યક્તિ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

રાજ્યમાં કોરોનાના નવા 118 કેસ સોમવારે નોંધાયા હતાં. જેની સામે 48 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતાં. હાલ એક્ટિવ કેસ 810 છે. જે પૈકી 805 દર્દીઓની હાલત સ્થીર છે અને પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.