Abtak Media Google News

ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રમાં ૧૨,૦૨૧ ખેડુતો આત્મહત્યા કરી,

તેમાંથી ૬,૮૮૮ કેસોમાં પરિવારજનોને એક લાખ રૂા. જેવી મામૂલી

સહાય ચૂકવવામાં આવી હોવાનો ફડણવીસ સરકારનો સ્વીકાર

કૃષિ પ્રધાન ભારત દેશમાં જગતના તાત ગણાતા ખેડુતોની હાલત દાયકાઓથી દયનીય રહી છે. ખેડુતોને તેમના પાકોનાં પોષણક્ષમ ભાવો મળતા ન હોય દેવાના ભાર નીચે સતત દબાતા જાય છે. ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય ન હોય ખેડુતો પાક નિષ્ફળ જવાથી કે ઓછો પાક થવાથી આર્થિક તંગીની સ્થિતિમાં માનસિક તાણ અનુભવે છે. જેના કારણે દેશભરમાં દરરોજ સેંકડો ખેડુતો આત્મહત્યા જેવો આકરો નિર્ણય કરે છે. ખેડુત આપઘાતનું પ્રમાણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં દરરોજ ૧૨ ખેડુતો આત્મહત્યા કરી રહ્યાનું રાજય સરકારે વિધાનસભામાં જાહેર કર્યું છે.

Advertisement

મહારાષ્ટ્ર વિધાનસભામાં પુછાયેલા ખેડુતોની આત્મહત્યા અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં રાજયના સહાય અને પૂનર્વસન વિભાગના મંત્રી સુભાષ દેશભુખે જણાવ્યું હતુ કે મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ વચ્ચેના ત્રણ વર્ષના સમયગાળામાં ૧૨,૦૨૧ ખેડુતોએ આત્મહત્યા કરી હતી તેમાંથી જિલ્લા કક્ષાએ થયેલી સ્કુટીની બાદ ૬,૮૮૮ કેસો ને સરકારી સહાય માટે યોગ્ય માનવામાં આવ્યા હતા તેમાંથી ૬,૮૪૫ મૃતક ખેડુતોના પરિવારજનોને એક લાખ રૂા.ની આર્થિક સહાય આપવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.