જામનગરના આકાશ માં સેટેલાઈટનું સુંદર દૃશ્ય દેખાશે.  ક્યારેક આકાશ માં તારાઓ ગતિ કરતા જોવા મળે છે, ખરેખર તે તારાઓ નથી, પણ પૃથ્વી ઉપર થી જૂદા જુદા હેતુઓ માટે પૃથ્વીની ભ્રમણ કક્ષા માં તરતા મુકવામાં આવેલ કૃત્રિમ ઉપગ્રહો હોય છે. જે ક્યારેક આપણા આકાશ માં લાઇન માં દૃશ્યમાન થાય છે.

આજે રાત્રીએ  8.15 કલાકે એકસાથે ટ્રેન જતી હોય તેમ સેટેલાઇટ ની હારમાળા દેખાશે. આવું દ્રશ્ય ભાગ્યેજ દેખાય છે. એટલે આ ઘટના માણવા જેવી હોય છે.

રાત્રીએ 8.15 કલાકે ઉત્તર-પશ્ર્ચિમ માં ઊગી, મધ્ય આકાશ માં આવી દક્ષિણ-પૂર્વ દિશા માં 4 મિનિટ બાદ અસ્ત પામશે. આ દ્રશ્ય ને ટેલિસ્કોપ અથવા દૂરબિન વગર, નરી આંખે જોઈ શકાશે.

આપણા સંચાર માધ્યમો ને જેની વધુ જરૂર પડે છે, તે ઇન્ટરનેટ સેવા ને વધુ વેગ આપવા વિશ્ર્વ ની જૂદી-જૂદી કંપનીઓ આવા સેટેલાઇટ અવકાશમાં મોકલતી હોય છે.આવા સ્ટારલિંક સેટેલાઇટ અમેરિકા ની સ્પેસ-એક્સ મારફતે મોકલવામાં આવે છે. સૌરાષ્ટ્ર ના અન્ય શહેરો માટે સમય માં થોડો ફર્ક હોય શકે. આ સેટેલાઇટ નું મેગ્નીટયુડ 1.8 હોવાથી લાઇટ અને પોલ્યુસન વગર ના આકાશ માં સારી રીતે જોઈ શકાશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.