Abtak Media Google News

Screenshot 7 23 બિન બાદલ બરસી “બદરિયા”

ખ્યાલ આર્ટસ દ્વારા ભારતના શાસ્ત્રીય સંગીતને મજબૂત કરવાનો કરાયો સુંદર પ્રયાસ

શાસ્ત્રીય સંગીતના રસિકો માટે બરસે બદરિયા નામે સંગીત સંધ્યાનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કલકત્તાથી આવેલા 12 વર્ષીય બાંસુરીવાદક અનિર્બાન રોય અને તેમના બહેન મૈત્રી રોય દ્વારા ઉપસ્થિતોને સંગીતના સુરોમાં ભીંજવી દીધા હતા.ગત રવિવારની સાંજ,રાજકોટના શાસ્ત્રીય સંગીતના રસિયાઓ માટે આજીવન અવિસ્મરણીય ઘટનાની સાક્ષી બની ગઈ હતી.જયદીપ વસોયા દ્વારા સર્જિત ‘ખ્યાલ આર્ટ્સ’નાં બેનર તળે, શાસ્ત્રીય સંગીતના વિશ્વવિખ્યાત કલાકારોની કળાની નુમાઈશનો અદ્વિતીય કાર્યક્રમ ‘બરસે બદરિયા’ આયોજવામાં આવ્યો હતો.

કોલકાતાના ફક્ત 12 જ વર્ષના પણ વિશ્વખ્યાતિ પ્રાપ્ત બાંસુરીવાદક અનિર્બાન રોય, શાસ્ત્રીય કંઠ્ય સંગીતનાં પ્રખર ગાયિકા મૈત્રી રોય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ઊભી કરી ચૂકેલ તબલાનવાઝ મણિ ભારદ્વાજે મિયાં મલ્હાર, પહાડી, ગૌડ મલ્હાર, ભાટિયારી અને ભૈરવી જેવા રાગો આધારિત બાંસુરીવાદન, ગાયકી, ગઝલો અને ભજન જેવી રચનાઓ રજૂ કરી હતી.વરસાદી ઋતુના આગમનની છડી પોકારતા રાગોના આ કાર્યક્રમને, લાઇટ એન્ડ સાઉન્ડ ઇફેક્ટ્સની મદદથી એટલો જીવંત બનાવી દીધો કે,સંગીતના સૂરે ઝૂમતા શ્રોતાઓ જાણે સૂર અને તાલનાં અમીછાંટણાંનો અહેસાસ કરવા લાગ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મુંબઈથી આવેલા પ્રખ્યાત ગઝલકાર અશોક ખોસલાએ અજનબી શહેર અજનબી રાસ્તે, કયું હમે મોત કે પ્રેગામ,હર એક બાત પે જેવી ગઝલ પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ મૈત્રી રોયએ મિયા મલ્હાર રાગમાં વર્ષાઋતુને વધાવવા આલાપ લઈ વાંસળીના સુરો રેલાવી ઉપસ્થિતોને તરબોળ કરી દીધા હતા ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિમાં ગુજરાતી ભજન માડી તારું કંકુ કર્યું સંભળાવી માતાજીની આરાધના કરવામાં આવી હતી.

કાર્યક્રમની સફળતા પાછળ જયદીપ વસોયા, નરેન્દ્રભાઈ ઝિબા,હર્ષદભાઈ ગોહેલ અને ધર્મેશભાઈ પરસાણા તેમજ તેમના સાથીદારો, કાર્યકરોની ટીમ, ટેકનીશ્યનોની મહેનત ઉડીને આંખે વળગે તેવી હતી. જ્યારે દર્શિત કાચા, સંદીપ વ્યાસ અને અમિત કાચાએ સહાયક મ્યૂઝિક કમ્પોઝરો તરીકે તેમના હુન્નરથી દર્શકોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. મશહુર ગઝલ ગાયક, 1986ની ફિલ્મ અંકુશનાં અત્યંત લોકપ્રિય ભજન ‘ઇતની શક્તિ હમેં દેના દાતા’ના ગાયક અશોક ખોસલા પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. જેમની હાજરીએ કાર્યક્રમની સફળતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

કાર્યક્રમની સફળતા માટે રાજકોટ ગુરુકુળ સંસ્થાન સંચાલિત, નીલકંઠધામ ધામ, પોઈચાના સંત અર્જુન ભગતજીએ આશીર્વચન આપ્યાં હતા.જ્યારે બેલ લેમિનેટ્સના અતુલ આદ્રોજા, આઇકન ગ્રૂપ મોરબીના મિતલ ધારસંડિયા, અપ્પુ ટેન્કના રમેશ ઝાલારિયા, પુજારા ટેલિકોમના યોગેશ પુજારા, પેટ્રિયા સ્યૂટ્સના કલ્પક મણિઆર, જયદીપ વસોયાના ગુરુ મકબુલ વાલેરા, વિદુષી પીયુબેન સરખેલ,અનવરભાઈ હાજી અને જયદીપભાઈ વસોયાના પિતા નારણભાઈ વસોયા કાર્યક્રમની સફળતાની ખેવના કરતા અને કલાકારોની પ્રસંશા માટે સહયોગ આપતા, હાજર રહ્યા અને અદ્ભુત કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.ટીમ ખ્યાલ આર્ટસના મિતેશ સોલંકી, દિપક લાઠીયા, રાહુલ જાદવ, હાર્દિક સિયાણી, નિમીષ પરિખ, અમિત પોપટ, હિતેન ભાલારા, સાહીલ લિંબાસીયા, સુમેશ પનારા, ધર્મેશ મોલિયા, રાજન વસોયા , શાસ્ત્રી કમલેશ પંડયા તથા ટેકનીકલ સપોર્ટ મા વિજય રાણીંગા એ જહેમત ઉઠાવી હતી.

Screenshot 2 30 મારા માટે પૂજા અર્ચના એ સંગીત છે: મૈત્રી રોય

અઢી વર્ષથી જ મ્યુઝિક નો શોખ ધરાવનારી બંગાળ ની પ્રસિદ્ધ ગાયક મૈત્રી રોયએ અબતક મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવેલ કે  મ્યુઝિકને તેના ઘરમાં પૂજા તરીકે માનવામાં આવે છે .ઉપરાંત જ્યારે પણ પોતે ગાયન કરે છે,રિયાઝ કરવા બેસે છે ત્યારે ભગવાન સામે બેસે છે અને પૂજા અર્ચના અને સાધનાની જેમ તેનું ગાયન કરે છે અભિવાદન કરે છે.તેનું પ્રાથમિક એટલે કે શરૂઆત ની સફર તેમની મમ્મી પાસેથી શીખી છે. પછી પ્રોફેશનલી ટ્રેનિંગ એમણે પંડિત શાંતનું ભટ્ટાચાર્ય પાસેથી તદુપરાંત શ્રીમતી અંજનાનાથ પાસેથી લીધી છે . તેમનું લક્ષ્ય એક હિન્દુસ્તાની ક્લાસિકલ સિંગર બનવાનું છે.તેમને ઘણા રાગો નું જ્ઞાન છે

જેમાં યમન ,ભોપાલી , કેદાર, હમીર તેમાંથી દ્વેશ રાગ ગાઈને સૌને મંત્ર મુગ્ધ કર્યા. એક એક મૂડમાં એક એક રાગ રહેલો છે એવું એમને જણાવ્યું. આ ઉપરાંત દ્વેશ રાગ વિશે એમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે દ્વેશ રાગમાં ચોમાસાની ખુશ્બુ આવે એવી અનુભૂતિ થાય છે ઉપરાંત તેમાં બોલીવુડના અનેક ગીતો સમાવિષ્ટ છે. અને બરસે બદરિયાના નામ પરથી કાર્યક્ર્મની આખી મોન્સુન થીમ રાખવામાં આવી હતી. જેના પરથી તેમણે આખા વાતાવરણ ને  પોતાના મ્યુઝિક થી રચવાની અને ચોમાસા રિલેટેડ જેટલા પણ રાગ અને  લિરિક્સ છે એના પર જ આખો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

Screenshot 5 19

શાસ્ત્રીય સંગીત અને ભાતીગળ સંસ્કૃતિને વિસરાઈ જતી અટકાવવાનો અમારો પ્રયાસ : જયદીપ વસોયા

અબતક સાથેની વાતચીતમાં કાર્યક્રમના આયોજક જયદીપ વસોયાએ જણાવ્યું હતું કે શાસ્ત્રીય સંગીત અને ભાતીગળ સંસ્કૃતિને વિસરાઈ જતી અટકાવવાનો અમારો આ પ્રયાસ છે.એક ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામનું અમે આયોજન કરેલું છે.જેમાં જે પ્રકારે રાગની પ્રસ્તુતિ સ્ટેજ પરથી પ્રસ્તુત થાય તેની સાથે તે જ પ્રકારના દ્રશ્યો અને સંગીત પ્રોડ્યુસ થાય જેથી શ્રોતાઓને એવું લાગે કે અમે વરસાદમાં આ કાર્યક્રમ સાંભળી રહ્યા છીએ.કલાકારોમાં મૈત્રી રોય તેની સાથે તેના નાના ભાઈ અનિર્બાન રોય જે અદભુત વાંસળી વાદક છે તે પોતાની કળા દર્શકો સમક્ષ પ્રસ્તુત કરશે.વર્ષોથી આવા કાર્યક્રમની ઉણપ રાજકોટમાં હોય તેવું જણાય છે જેથી અમને આ વિચાર આવ્યો કે આ પ્રકારનો કાર્યક્રમ યોજવો જોઈએ.

Screenshot 4 24 શાસ્ત્રીય સંગીત પ્રત્યે લોકો સજાગ બને એ ખૂબ જરૂરી : નરેન્દ્ર ઝીબા

બરસે બદરિયા કાર્યક્રમના આયોજક નરેન્દ્રભાઈ ઝીબાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમની સંસ્થા હવે રાજકોટમાં શાસ્ત્રીય સંગીતને વધુને વધુ પ્રાધાન્ય મળે તે માટે કાર્ય કરશે એટલું જ નહીં રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે બરશે બદરિયા કાર્યક્રમ અત્યંત સંતોષકારક નીવડ્યો હતો. અત્યાર સુધી રાજકોટની જનતાએ શાસ્ત્રીય સંગીતનો લાભ લીધો જ ન હતો. ત્યારે 12 વર્ષે બાસુરી વાદક અનિર્બાન રોય દ્વારા જે સુર અને તાલ મેળવી જે ગાયન અને પોતાની કલા લોકો માટે પ્રસ્તુત કરવામાં આવી હતી

તેનાથી રાજકોટની જનતા જુમી ઊઠી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મૈત્રી રોય કે જે સેમી ક્લાસિકલ મ્યુઝિક ની સાથોસાથ પોતાની આગ વિશેનીમાં જે રાજકોટના લોકોને શાસ્ત્રીય સંગીતનું રસપાન કરાવ્યું તેનાથી લોકો મંત્રમુધ બની ગયા હતા. રાજકોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર ભારતના પ્રખ્યાત તબલાવાદક મણીભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તબલાના તાલે લોકોને જુમાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ખરા અર્થમાં લોકોએ કયા પ્રકારનું સંગીત સાંભળવું જોઈએ અને તેની સાધના કરવી જોઈએ તે જાણવું પણ એટલું જ જરૂરી છે ત્યારે બરસે બદલ્યા કાર્યક્રમમાં અનેકવિધ રાગોને અહીં લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

Screenshot 3 27 મારી ઉંમર ત્રણ વર્ષની હતી ત્યારથી જ વાંસળી વગાડવી મારો શોખ : અનિર્બાન રોય

અબતક સાથેની વાતચીતમાં 12 વર્ષના વાંસળીવાદક અનિરબાન રોય જણાવે છે કે, હું ખૂબ ખુશ છું કે રાજકોટમાં મેં પરફોર્મન્સ આપ્યું.આજના મારા પરફોર્મન્સમાં મારા બહેન સાથેની જુગલબંધી કરી.મારા પિતા લોકનાથજી પાસેથી જ મેં સંગીતની તાલીમ મેળવી છે.

જ્યારે મારી ઉંમર ત્રણ વર્ષની હતી ત્યારથી જ હું વાંસળી વગાડું છું તથા ઉપરાષ્ટ્રપતિ દ્વારા મને સૌથી નાની વયના વાંસળીવાદકનો પુરસ્કાર મળેલો છે.ભવિષ્યમાં મને એક સંગીતકાર અને વકીલ બનવાની ઈચ્છા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.