Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં એવર ગ્રીન મ્યુઝીકલ ગ્રુપના પદાધિકારીઓએ સંગીત પ્રેમીઓને આપ્યું ઇજન

રાજકોટના કલાપ્રેમી નગરજનો અને સંગીત પ્રેમીઓને આનંદ અને કલા સાધના માટે બનેલા એવરગ્રીન મ્યુઝીક લવર્સ ગ્રુપ રાજકોટના જન પ્રતિનિધિઓ સુરેશભાઇ ચાવડા, સાયનાબેન સંધી, કિશોરસિંહ જેઠવા, અતુલભાઇ કાલરીયા, નીતાબેન રાઠોડ, અનુજભાઇ મીશ્રા, અમિતભાઇ શાહે એવરગ્રીન મ્યુઝીકલ લવર્સ ગ્રુપ દ્વારા આયોજીત પ્રથમ કાર્યક્રમની વિગતો આપી કલા પ્રિય જનતાને લાભ લેવા અપીલ કરી હતી.

રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે એવરગ્રીન મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા કરાઓકે ટ્રેક પર સુરીલા મધુર ગીતોની સંગીત સંઘ્યાનું આયોજન વિનામૂલ્યે અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે તા. 14 ને રવિવારના રાત્રે 8.30 થી 12.30 કલાક સુધી રાખેલ છે.મુખ્ય આયોજન સમીતી સુરેશભાઇ ચાવડા મો. નં. 96384 15660, સાયનાબેન સંધી, કિશોરસિંહ જેઠવા મો. નઁ. 99252 48251 પાસ મેળવવા માટે સંપર્ક કરવા જણાવાયું છે.

આ કાર્યક્રમમાં 1960 ના દાયકાના જુના ગીતો તથા અત્યારના નવા ગીતોના સમન્વય સાથે પ્રચલિત ગીતો કલાકારો દ્વારા રજુ કરાશે.મુખ્ય કલાકારો સુરેશભાઇ ચાવડા, સાયનાબેન સંધી, કિશોરસિંહ જેઠવા, સંજયભઇ મોદી (અમદાવાદ), રાજુભાઇ હુલાણી (અમદાવાદ), દિલીપભાઇ સોની,  સંજયભાઇ લોઢીયા, અનુજ મિશ્રા, પરેશ દવેરા, અતુલભાઇ કાલરીયા, અમિતભાઇ શાહ, નીતાબેન રાઠોડ,  વિજયાબેન વાઘેલા, નીશાબેન ઠાકોર, જયશ્રીબેન ચૌધરી વિગેરે દ્વારા રજુ કરવામાં આવશે.

આ કાર્યક્રમ સફળ સંગીત સંચાલન અને માર્ગદર્શન લલીતભાઇ ત્રિવેદી મ્યુઝીક કંમ્પોઝરની રાહબારી નીચે તૈયારી કરવામાં આવેલ છે.આ કાર્યક્રમ નું સફળ સંચાલન કિશોરસિંહ જેઠવા દ્વારા કરવામાં આવશે. સાઉન્ડ સર્વિસની સેવા દમામ સાઉન્ડના હાતીમ ત્રિવેદી દ્વારા કરવામાં આવશે. અમદાવાદથી ખાસ વોઇસ ઓફ મુકેશ સંજયભાઇ મોદી આ કાર્યક્રમમાં પોતાના ગીતો રજુ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.