Abtak Media Google News

પોલીસ પકડવામાં નિષ્ફળ રહેતા

રાજકોટના અનેક વિસ્તારોમાં છેલ્લા એકાદ મહિનાથી તરખાટ મચાવી રહેલી ચડ્ડી બનિયાનધારી ટોળકીને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેમ બેફામ બનેલી આ ટોળકીએ ચોરી-લૂંટફાટના અનેક બનાવને અંજામ આપ્યો છે. જેમાં વધુ એક ઘટના સામે આવી છે. 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી સદ્દભાવના નર્સરીમાં ત્રાટકેલી આ ટોળકી રૂ. 10 લાખની રોકડની ચોરી કરી હતી. જેમાં આ મામલે તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે આગળની તપાસમાં હથધરી છે.

બનાવની વિગતો મુજબ થોડા સમયથી ઘંટેશ્વર,કુવાડવા,બામણબોર અને રૈયા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી અને લૂંટને અંજામ આપી રહ્યા રહી છે.જેમાં ગેંગ દ્વારા મંદિરમાંથી ચોરી કરવાની સાથોસાથ ઇકો કારની ચોરી કર્યા બાદ રાણપુર (નવાગામ)માં એક દંપતિને બંધક બનાવી લૂંટ ચલાવી હતી.જે બનાવમાં પણ પોલીસ હજુ સુધી ટોળકી નું પગેરુ મેળવી શકી ન હતી .ત્યારે નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર શુભમંગલ પાર્ટી પ્લોટની બાજુમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્દભાવના નર્સરી આવેલી છે.

Img 20230630 092151

ગઇકાલે રાત્રે આ નર્સરીમાં ત્રાટકેલી ચડ્ડી બનિયાનધારી ટોળકી ઓફિસમાંથી રૂ. 10.12 લાખની રોકડ ભરેલી તિજોરી ચોરી ભાગી ગઇ હતી. જે અંગે નર્સરીનો નાણાંકીય વહીવટી સંભાળતા અને સિવિલ હોસ્પિટલમાં કાઉન્સેલર તરીકે નોકરી કરતા સંજય આંબાભાઈ રામાણી (રહે. શિવપાર્ક-2, મવડી)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે બપોરે નર્સરીમાં કામકાજ કરવા આવ્યા બાદ સાંજે ઘરે જતા રહ્યા હતા.

નર્સરીનો અન્ય સ્ટાફ પણ કામ પતાવી સાંજે ઘરે જતો રહ્યો હતો. નર્સરીના રોજબરોજના ખર્ચાના રૂપિયાની ચૂકવણી માટેના રૂપિયા નર્સરીની ઓફિસમાં આવેલી તિજોરીમાં રાખતા હતા. આજે સવારે આઠેક વાગ્યે સુપરવાઇઝર દૈનિકભાઇ ચોવટીયાએ તેને કોલ કરી ચોરી થયાની જાણ કરી હતી. જેથી તત્કાળ ત્યાં પહોંચ્યા હતા.જોયું તો ઓફિસમાં રાખેલી તિજોરી ગાયબ હતી. જેથી નર્સરીના માણસોને ચૂકવવા માટે રાખેલા રૂ. 10.12 લાખ સહિતની તિજોરી ઉપાડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

ટોળકી એમ.પીના ધાર જિલ્લા અને દાહોદ પંથકની હોવાની શંકા : પાર્થરાજસિંહ ગોહીલ (ડીસીપી- ક્રાઈમ)

છેલ્લા એક માસથી રાજકોટમાં સક્રિય થયેલી ચડ્ડી બનિયાન ધારી ગેંગે વધુ એક ચોરીને અંજામ આપતા લોકોમાં ફફડાટ મચી જવા પામી છે.જેથી તે મામલે ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલે જણાવ્યું કે આ પોલીસ ચડ્ડી બનિયાનધારી ટોળકીને પકડવા માટે મથી રહી છે. કેટલાક ફૂટેજ પરથી મહત્વની માહિતી મળી છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લા અને દાહોદ પંથકની આ ટોળકી હોવાની શંકા છે. એટલું જ નહીં આ પ્રકારની બે થી ત્રણ ટોળકી હાલ સક્રિય હોવાની પણ શંકા છે.

પૈસા ભરેલી આખી તિજોરી જ તસ્કરો ઉઠાવી ગયા

શહેરમાં નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર શુભમંગલ પાર્ટી પ્લોટની બાજુમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્દભાવના નર્સરીમાં ત્રાટકેલી ચડ્ડી બનિયાનધારી ટોળકી પ્રથમ ઓફિસનો દરવાજો તોડી તેમાં રહેલી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સીસીટીવી માં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તિજોરી તસ્કરો દ્વારા ન તૂટતા તે આખી તિજોરી જ ઉઠાવીને ચાલ્યા ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.