Abtak Media Google News

ગૃહમંત્રાલયે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં સોમવારે વાવાઝોડા અને વીજળીના કડકડાટ સાથે વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ વિશે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવામાન વિભાગની આગાહીઓના આધારે આ એલર્ટ રજૂ કરવામાં આવ્યું છે. એલર્ટના આધારે હરિયાણામાં 7 અને 8મેના રોજ સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી.


જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં પણ બરફના કરા પડવાની આગાહી કરવામાં આવી છે.દિલ્હી અને ચંદીગઢમાં પણ વાવઝોડું આવવાની શક્યતા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.