હડિયાણામાં 1501 વર્ષ જુનું પ્રાચિનતમ કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર

કંકાવટી નદી કિનારે આજે પણ પાંચ

દિવસીય લોકમેળાનું થાય છે આયોજન

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે કંકાવટી નદીના કિનારે ઐતિહાસિક વર્ષો પુરાણીક ગામ આવેલ છે.

આ ગામનું પ્રાચીન નામ હરિપુર હતું.હાલમાં આ હરિપુર ગામનું નામ હડિયાણા છે.એક સમયે આ ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણો ની વસ્તીથી છલકાતું હતું.આ ગામમાં ઐદિચ્ય બ્રાહ્મણો ની વસ્તી આશરે (350)જેટલા ઘરો હતા.અને જ્યારે પણ બ્રાહ્મણ સમાજની નાત થતી હતી. ત્યારે  આશરે (42) મણ ચુરમાના લાડવા બનાવવામાં આવતા હતા.હડિયાણા (હરિપુર) ગામના આથમણા પાદરેથી કંકાવટી નદી વહે છે.આ કંકાવટી નદીના કિનારે વસેલું આથમણી દિશાએ એતિહાસિક અને પોરાણીક કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર આવેલું છે.જ્યાં શિવજી બિરાજમાન છે.કંકાવટી નદીના નીર વહે છે.તેના જ કિનારે  કાશી વિશ્વનાથ મહાદેવનું ભવ્ય  શિવાલય આવેલું છે.આશરે 6 ફૂટ ઉંચી આરસની ફરસબંધી પર મંદિરના ગગનચુંબી શિખરો અહીથી પસાર થનાર કોઈ પણને આકર્ષે છે. કાશી વિશ્વનાથના મંદિરનો અત્યંત પ્રાચીન શિલાલેખ અત્યારે ખવાય અને ભૂસાય ગયેલ છે.પરંતુ જેમાં ઇતિહાસ ગવાહ છે.એમ જુના શિલાલેખ પરથી સૌ પ્રથમ વખત જીનોધાર  સવત.0577 માં રાજા ગોડ પડિત કાનાજી એ શિવાલય બનાવડાવ્યું હતું.આ શીલાલેખથી સાબિત થાય છે.કે   કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર ખુબજ પ્રાચીન છે.હાલમાં પણ આ શિલાલેખ સાચો માનવામાં આવે છે.તો આ મંદિર આજ રોજ એટલે કે હાલમાં સવત .2078 શ્રહવણ સુદ એકમ ના દિવસે આશરે (1501)વર્ષ પુરાણું છે.

આટલું પૌરાણિક અને પ્રાચીન મંદિર આસપાસ ના કોઈ પણ વિસ્તારમાં હોય તેંવું જાણવા મળ્યુ નથી. કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર પુરાતત્વ માટે સશોધનનો વિષય બની શકે છે.હડિયાણા ગામમાં રહેતા બ્રાહ્મણો તથા અન્ય ભાવિકો  કાશી વિશ્વનાથ મહાદેવ ની ભાવભરી ભક્તિ કરે છે.આ સમગ્ર ગામના લોકો કાશી વિશ્વનાથ મહાદેવ ના ચરણોમાં મસ્તક નમાવવા જાય છે.શ્રાવણ માસ ના શણગાર અને ભવ્ય મહા આરતી તેમજ ભજન કીર્તન સમયે અનોખો માહોલ સર્જાય છે.  કાશી વિશ્વનાથ મહાદેવ ના પ્રાચીન મંદિર ને નેસ્તનાબૂત કરવાના બદઇરાદા સાથે કંકાવટી નદી પાર કરીને સામે કાંઠે  આવેલ  જગતના તારણહાર દેવોના દેવ મહાદેવ ના મંદિર પાસે આવ્યો.ત્યારે કહેવાય છે. અને સતના આધારે ઉભેલા શકરદાદા ના મંદિર ના રક્ષક સમાન હજારો ભમરાઓ એકાએક ઉભરી પડ્યા હતા.પરિણામે લશકરમાં ભાગદોડ મચી જવા પામી હતી.આ લસ્કર લૂંટફાટ કરવા ના ઇરાદે  આવ્યું હતું.પરંતુ તેની ઈચ્છા પુરી થઈ ન હતી.આ વાતની સાબિત રૂપે લોખંડનું એક મહાકાય નગારૂ મંદિર ના બાજુના ઓરડામાં આજે પણ જોવા મળે છે.અને દેશ પરદેશ ખેડનાર વિદ્વાન પડિતો..બ્રાહ્મણો ના મૂળ વતન સમા તથા જાણીતા કવિ અને સાહિત્યકાર કરસનદાસ માણેક ના જન્મ સ્થાન એવા હડિયાણાનો પ્રાચીન ઇતિહાસ હજુ ઘણો જાણવા જેવો છે.

ગાયોના રક્ષા કાજે અનેક લોકો એ શહિદી વહોરી હતી.તેમના પણ પાળિયા આજે પણ ગામમાં મૌજુદ છે.અને તેમના પરિવારો આજે પણ કાળી ચૌદસના દિવસે આજે પણ નેવેદ્ય ધરાવવા માટે આવે છે.અને ગામમાં રાવલ પરિવારના કુળદેવી શ્રી ખભલાવ માતાજી નું મંદિર પણ વર્ષો થી બિરાજમાન છે.તેનું મંદિર પણ પૌરાણીક છે.અને માંડલીયા પરિવારમાં રાવલ.. પડિયા..સોની પરિવારના કુળદેવી છે.અને નવરાત્રિ દરમિયાન આઠમ ના દિવસે માતાજીના નવચડી હોમ હવન કરવામાં આવે છે.તેમાં દેશ વિદેશથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.હડિયાણા ગામે (5)શિવ મંદિરો આવેલા છે.અને બધા સ્વયભુ પ્રગટ થયા છે.તો હડિયાણા ગામમાં પાંચ મહાદેવ બિરાજમાન છે. તેમાં(1) કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર.(2)  શરનેશ્વર મહાદેવ મંદિર.(3) જાગનાથ મહાદેવ મંદિર.(4) હાટકેશ્વર મહાદેવ મંદિર.(5)  શુખનાથ મહાદેવ મંદિર.આવેલા છે.આ બનાવના પરિણામે હડિયાણા તથા આસપાસ ના ગામલોકો ની શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પરની શ્રધા દ્રઢ બની હતી.શિવાલય ન તૂટતા બાદશાહ ના લશકરે મંદિર ની પાસે આવેલા કૂવામાં કોઈ ગધક જેવો પદાર્થ નાખી દેતા આ કુવાનું સાકર જેવું મીઠું પાણી ખારું થઈ ગયું હતું.

અહીં એક અદભુત વિશાળ કાઈ આબલી નું ઝાડ પણ આવેલ હતું. જે આબલી ના પર્ણ એટલે કે સંધ્યા સમય થતાજ તેના બધા પર્ણ  એટલે પાન બીડાઈ જતા હતા.અને સવાર થતા જ બધા પર્ણ એટલે કે પાન ખુલજા સીમસીમ ની જેમ ખુલ્લી જતા હતા.આ ચમત્કાર હડિયાણા  ગ્રામજનોએ નજરોનજર નિહારેલા જોયા છે.છેલ્લા બે ચાર વર્ષ પહેલાં આ આબલી નું ઝાડ સુકાય જતા તેને કાઢી નાખવા માં આવેલ છે.અલાપખાનના આક્રમણ સમયે શહીદ થયેલા  (265) બ્રાહ્નણો, સોની, વાણિયા ના આ જગ્યાએ સંખ્યાબંધ પાળીયાઓ  કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ચોતરફ સ્થાપવામાં આવેલા છે.અને હાલમાં પણ તે મોજુદ છે.મંદિર ની આસપાસ અસંખ્ય આબલી ના ઝાડ આવેલા હતા.તે જગ્યા પર આજે પણ સાતમ..આઠમ..નોમ અને તેરસ.. ચૌદસ.. અમાસના  રોજ લોકમેળો યોજવામાં આવે છે.