Abtak Media Google News

૧ર માર્ચથી શરુ થનારી ધો.૧૦ અને ૧ર ની પરીક્ષામાં ગુજરાતના ૧૮૩ જેલના કેદીઓ પણ પરીક્ષાર્થી  બનશે જેમાંઆ વર્ષે સૌથી વધુ કેદીઓએ પરીક્ષા માટેની નોંધણી કરાવી છે. તેઓ જેલના પરિસરમાં જ પરીક્ષા આપશે. અધિકારીઓએ જણાવ્યું છે કે રાજકોટ અમદાવાદ , વડોદરા અને સુરતની જેલમાં બોર્ડની પરીક્ષા નિર્ધારીત તારીખે જ યોજાશે.

સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ધો.૧૦ ની પરીક્ષા માટે ૧૫૫ કેદીઓ નોંધાયા છે તો ધો.૧ર ની પરીક્ષા આપનારા ર૮ કેદીઓ છે. તેઓ જેલમાં હાલ તૈયારીઓ પણ કરી રહ્યા છે. ૨૦૧૬ માં ૧૩૪ કેદીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેનો આંકડો ૨૦૧૭મા વઘ્યો હતો. અને આ વર્ષે સૌથી વધુ કેદીઓ પરીક્ષાર્થી બનશે. બોર્ડે જણાવ્યું હતું કે તેઓ પરીક્ષા માટે ખાસ સુપરવાઇઝર અને તપાસકર્તાઓ નિયુકત કરશે. જેમને પ્રવેશ માટે ખાસ પરવાનગી આપવામાં આવશે.

જેલના અધિકારીએ જણાવ્યું હતું કે કેદીઓ પરીક્ષા તો આપે છે. પરંતુ તેના પરિણામો સંતોષકારક હોતા નથી. ૨૦૧૬માં ૧૩૪ કેદીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.

જેમાંથી માત્ર પાંચ જ પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. જેમાં ૩ ધોરણ ૧૦ તો ર ધોણર-૧ર ના પરીક્ષાર્થીઓ હતા. જો કે ઉલ્લેખનીય છે કે જેલના કેદીઓને પણ પરીક્ષા આપવાનો મોકો દેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.