Abtak Media Google News

કાચા કામના કેદી  સામે ધમકી આપ્યાની ફરીયાદ

જુનાગઢ જિલ્લા જેલના કાચા કામના કેદીએ જેલ કર્મીને ગાળો ભાંડી, ફરજમાં રુકાવટ કરી, મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાય છે.

જુનાગઢ જિલ્લા જેલના કર્મી વિજયભાઇ અંટોલભાઇ વસાવા એ કાચા કામના કેદી અબ્દુલગની ફારૂકગની કુકસવાડીયાને જેલબંધીનો સમય થતા બેરેકની અંદર જવાનુ કહેતા કાચા કામના કેદી પ્રથમ બેરેકની અંદર ગયેલ નહી અને બાદમાં સમજાવતા આ કાચા કામના કેદી બેરેકમાં અંદર જઇ અન્ય કેદીઓની દવાની ગોળીઓ પી જઇ ફરીથી પાછો બહાર આવી, જેલ કર્મી વિજયભાઇ અંટોલભાઇ વસાવાને જેમ ફાવે તેમ ગાળો ભાંડી, કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા અંગેની જેલ કર્મી વિજયભાઇ અંટોલભાઇ વસાવા એ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૂળ વેરાવળના અને હાલમાં જૂનાગઢની જિલ્લા જેલમાં રહેતા કાચા કામના કેદી અબ્દુલગની ફારૂકગની કુકસવાડીયા સામે ગુન્હો નોંધ્યો છે, જેની તપાસ એ ડીવીઝન પી.એસ.આઇ. એ.પી.ડોડીયા એ શરૂ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.