Abtak Media Google News

 જામનગર સમાચાર

જામનગરના બાર એસોસિએશનની આગામી તા.15 ના રોજ ચૂંટણી યોજાનાર છે. પ્રમુખ સહિતના પ્રતિષ્ઠિત પદો માટે ઉમેદવારીપત્રો રજૂ થઈ રહ્યા છે. શુક્રવારે તેની ચકાસણી પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર થશે. મંડળના 1237 સભ્યો પ્રમુખ સહિતના પદ માટે મતદાન કરશે. વર્તમાન પ્રમુખ નવ વખત પ્રમુખપદે ચૂંટાયા પછી આ વખતે પણ પ્રમુખપદ માટે ફોર્મ રજૂ કરી ચૂક્યા છે.

જામનગરના બાર એસો.ના પ્રમુખ સહિતના પદો માટે આગામી તા.15 ડિસેમ્બરના દિને.ચૂંટણી યોજાવાની છે તે માટે ઉમેદવારી પત્રો ઈસ્યુ કરવામાં આવ્યા પછી શનિવારે જે ઉમેદવારો પોતાની દાવેદારી પરત ખેંચશે તે પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે. હાલમાં પ્રમુખપદ સહિતના હોદ્દાઓ માટે 25 ફોર્મ ભરાયાં છે.

જામનગરના વકીલમંડળ દ્વારા ચાલુ મહિનાના પ્રથમદિને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી અને તેમાં નવા મતદારોને જોડવાની પ્રક્રિયા કરવામાં આવ્યા પછી મંગળવારે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. હાલમાં જામનગરના વકીલમંડળમાં 1237 સભ્યો નોંધાયેલા છે. મતદારયાદી પ્રસિદ્ધ થયા પછી ઉમેદવારી માટે ફોર્મ ઇસ્યુ કરવામાં આવતા કુલ 25 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે.

છેલ્લા નવ વખતથી પ્રમુખપદે ચૂંટાઈ આવતા એડવોકેટ ભરતભાઈ સુવા તેમજ એડવોકેટ નયન મણિયારે પ્રમુખપદ માટે દાવેદારી કરી છે. તે સિવાયના ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, લાઈબ્રેરી મંત્રી તેમજ કારોબારી સભ્યો સહિતના પદો માટે પણ ઉમેદવારી કરવામાં આવી રહી છે. તા.8 નાં ફોર્મ ની ચકાસણી રાખવામાં આવી છે. તે પછી જે કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચવા ઈચ્છતા હોય તેઓને બપોરના બે વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેના પછી શનિવારે બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર થશે. અને આગામી શુક્રવારે સવારના 09-30 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જામનગરના વકીલ મંડળ નાં બેઠક હોલ મા મતદાન રાખવામાં આવ્યું છે. ચૂંટણીમાં કમિશનર તરીકે એડવોકેટ બી. ડી. દેસાઈ તથા મિહીર નંદા, કે. ડી. વડગામા સેવા આપી રહ્યા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.