Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં પુરપાટ ઝડપે દોડી રહેલી એક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતાં સ્કૂટર સવાર બે મિત્રોને ફેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ છે. જે મામલે કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતો પ્રદિપસિંહ જયેન્દ્રસિંહ જેઠવા નામનો ૩૦ વર્ષનો યુવાન પોતાના મિત્ર નાગરાજસિંહ સાથે  સ્કૂટરમાં બેસીને ચા પાણી પીવા માટે જઈ રહ્યા હતા.

Advertisement

જે દરમિયાન પુરપાટ વેગે આવી રહેલી કારે સ્કૂટરને હડફેટમાં લઈ લેતાં બંને મિત્રોને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા  થવાથી  જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે . આ અકસ્માતના બનાવ અંગે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.