Abtak Media Google News

 

હજી 69000 નળ જોડાણ લીન્ક કરવાનું કામ બાકી

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકાનો અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ નો વધુ એક પુરાવો મળી રહ્યો છે. જેમાં વર્ષ 2005 હાઉસ ટેક્સ સાથે નળ કનેક્શન લિંક અપ ઓટોમેટિકલી થઈ જાય છે. 2005 પહેલાના નળ કનેક્શનો વેરા બિલ સાથેની ફરજિયાત કરવાની કામગીરીને આજે એ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે અને આજની તારીખે 69000 નળ કનેક્શનો વેરા બિલ સાથે લિંક કરવાના બાકી છે. અને આજે પણ 22 હજાર જેટલા નળ કનેકશનનો ટાંગામેળ મળતો ન હોવાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળેલ છે. અને આવા કનેક્શનો ને કારણે મનપાને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. નળ કનેકશનોને હવે વેરા બીલમાં લિંક અપ કરવાનું હોય ત્યારે ભૂતિયા નળ કનેક્શનની પોલ ખૂલી ગઈ છે.

અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડમાં પણ ભૂતિયાં નળ કનેકશનનો બાબતે અવારનવાર ચર્ચાઓ થઈ છે અને આવું મફતમાં પાણી લેનારા ઉપર કડક કામગીરી કરવા અને આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરવાનું પણ જાહેર થયું હતું પરંતુ ત્યારબાદ આવી કામગીરી ઉપર શાસક પક્ષના આદેશ થી સત્તાધીશોની દોરવણી હેઠળ આ કામગીરી એકાએક બંધ કરી દેવામાં આવે છે. ભૂતિયા કનેક્શનો થી પાણી લેનારા સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થવાને બદલે વધારો થયો છે. નલ સે જલ યોજના અંતર્ગત ભૂતિયાં કનેકશનનો લેનારાને વારંવાર આ યોજનામાં નળ કનેક્શન રેગ્યુલર કરી દેવા અંગે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેમ છતાં રાજકીય દોરી સંચાર હેઠળ યોજનાઓ આવા લેભાગુ તત્વો આવી યોજનાઓ માં સામેલ થતાં ન હોવાથી આવી યોજનાઓ નિષ્ફળ પુરવાર થતાં આજે પણ મફતમાં પાણી લેનારની સંખ્યા હજારોમાં છે.

વર્ષો પહેલા નળ કનેક્શનના બિલ વેરાબીલ થી અલગ આવતા હતા. તત્કાલીન સમયે વોટર વર્કસ શાખાના જવાબદારોએ ફક્ત શેરી અને આસામીઓનું નામ લખી રાજકીય દોરી સંચાર હેઠળ આડેધડ મન ફાવે તે પ્રકારે નળ કનેક્શનો આપી દેવાયા હતા. હવે જેને પગલે મહાનગરપાલિકાના કરોડોના બિલો અટકયા છે તેવું જાણવા મળે છે 40 હજારથી વધુ નળ જોડાણો હોય જે પૈકી વેરા બિલ સાથે નળ કનેક્શન નું અડધું કામ પૂર્ણ થયું છે, બાકીના 22 હજારથી વધુ નળ જોડાણ ધારકો વિરુદ્ધ કમિશનરે કડક કાર્યવાહી કરવાના આદેશો જારી કર્યા છે. આવા કડક આદેશો અગાઉના કમિશનરો એ પણ જાહેર કરાયા હતા ત્યારે અહીં સવાલ એ થાય છે કે ખરેખર કડક કામગીરી થશે કે કેમ ?

તેમ શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ તલાટીયા, લોક સંસદ વિચાર મંચના એડવોકેટ ઇન્દુભા રાઓલ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ચંદ્રેશભાઇ રાઠોડ, ધીરૂભાઈ ભરવાડ, પ્રિયદર્શની નારીશક્તિના હિતાક્ષીબેન વાડોદરિયા, સરલાબેન પાટડીયા, પારૂલબેન સિધ્ધપુરા, ભાવનાબેન જોગીયાએ જણાવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.