Abtak Media Google News

ઓસ્ટ્રેલીયા રમવા ગયેલી ભારતીય ટીમનો ૩-૦થી વ્હાઇટ વોશ થયો હતો

માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટ ગોડ, ભારત રત્ન સચિન તેંડુલકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ૧૯૯૯ની ઓસ્ટ્રેલીયન ટેસ્ટ સીરીઝ મારા માટે સૌથી પડકારજનક હતી.

સચિન તેંડુલકરની બાયો પિકના પ્રમોશન દરમીયાન તેણે ઉપર મુજબ કહ્યું હતું કે, તેણે આગળ જણાવ્યું હતું ઓસ્ટ્રેલીયા ગયેેલી ભારતીય ટીમનો વ્હાઇટ વોશ થયો હતો. ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝના ત્રણેય મેચ હારી ગઇ હતી. સીડની, મેલબોર્ન અને એડીલેડમાં રમાયેલા મેચ જંગી સરસાઇથી ઓસ્ટ્રેલીયા જીત્યું હતું.

ઓસ્ટે્રલીયન ટીમનો કેપ્ટન સ્ટીવ વો હતો. ઓસ્ટ્રેલીયન સીરીઝ અગાઉ ભારતીય ટીમ સતત જીતી હતી. પરંતુ સીડની, મેલબોર્ન અને અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે – સચિન તેડુંલકરની બાયોપીક મિલિયન ડ્રીમ્સ (લાખો સપને) સિનેમાઘરોમાં રીલીઝ થઇ ચૂકી છે. આ બાયોપિકના પ્રમોશન માટે સચિન તેૅડુલકર આણી મંડળી દેશભરના શહેરોના પ્રવાસ કરી રહી છે.

સચિન તેંડુલકરને ક્રિકેટ ગોડ કહેવામાં આવે છે. તેના વિશે બાયોપિક બનાવવી એ એક જવાબદારી ભર્યુ કામ હતું. એક તબકકે ઓસ્ટ્રેલીયાના બોલરોના છકકા છોડાવનારો સચિન તેંડુલકર ૧૯૯૯માં તદન ફેલ ગયો હતો.

ત્યારે સમય એવો હતો કે – સચિન સદી કરે એટલે ભારતીય ટીમ જીતે પરંતુ ૧૯૯૯માં ઓસ્ટ્રેલીયા ગયેલી ભારતીય ટીમનો ધબડકો થયો હતો. કેમ કે – સચિનપણ સદી કરી શકયો ન હતો. ભારત ટેસ્ટ સીરીજ ૩-૦ થી હારી હતી.

શેન વોર્નને સચિન સપનામાં આવતો!

ઓસ્ટ્રેલીયાના લેગ આર્મ સ્પીનર શેન વોર્નને તો સચિન તેંડુલકર સપનામાં આવતો હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં કબૂલાત આપી હતી કે – હું સચિનથી એટલો તો ડરી ગયેલો કે મને સપના પણ એવા આવતા કે સચિન મને ઝુડી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.