Abtak Media Google News

રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ અલગ અલગ ઝોનની કોંગ્રેસની કારોબારીમાં ખાસ ઉ5સ્થિત રહેશે: જુનમાં પણ ચાર ઝોનમાં ચાર જાહેરસભાનું ઘડાતું આયોજન

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આપના માંધાતા નેતાઓના આંટાફેરા રાજયમાં સતત વધી રહ્યા છે. આગામી 19મી મે ના રોજ રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળી રહી છે. જેમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાર રહે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ બેઠકમાં પ્રદેશના તમામ નેતાઓ ઉ5સ્થિત રહેશે. સૌરાષ્ટ્રના દરેક જીલ્લાને અલગ અલગ સમય આપવામાં આવ્યો છે. 19 થી ર3 મે દરમિયાન અલગ અલગ ચાર ઝોનમાં બેઠક યોજાશે. જેમાં વિધાનસભાની ચુંટણીની રણનીતી તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત જુન માસમાં પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચાર સભાઓ ગજાવશે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી ચાલુ સપ્તાહે ગુજરાતમાં આવશે તેઓ પ્રદેશ કોંગ્રેસની અલગ અલગ ઝોન બેઠકમાં હાજરી આપશે.

આગામી 19મી મેના રોજ સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટમાં મહત્વની બેઠક યોજાશે. ર1મી મેના રોજ દક્ષિણ ઝોન માટે સુરતમાં બેઠકનું આયોજન કરાયું છે. રરમી મેના રોજ મઘ્ય ઝોન માટે વડોદરામાં કોંગ્રેસની બેઠક યોજાશે. ર3મી મેના રોજઉતર ઝોન માટે મહેસાણામાં મહત્વની બેઠક યોજાશે. તમામ ઝોનની બેઠક માં 1પ00 થી બે હજાર આગેવાનો હાજર રહેશે. લોકસભા, વિધાનસભા અને મહાપાલિકાની ચુંટણી લડેલા લોકો બેઠકમાં હાજર રહેશે. નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયત લડેલા આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે.

વિધાનસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એકિટવ મોડમાં જુન મહિનામાં કોંગ્રેસ ચાર ઝોનમાં ચાર મોટી સભા કરી શકે છે. દરેક સભામાં રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી હાજર રહેશે.

રાજકોટમાં આગામી 19મી મેના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સવારથી સાંજ સુધી સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાવાની છે જેમાં રાહુલ ગાંધી હાજરી આપે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ માટેનો સત્તવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. દરમિયાન સ્થાનિક સંગઠનને રાહુલ અથવા પ્રિયંકા ગાંધી કારોબારી બેઠકમાં હાજરી આપશે તે રીતે તૈયારીઓ કરવા સુચના આપી દેવામાં આવી છે. તમામ જિલ્લાઓને અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો છે.

આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ડો. રધુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ઉપરાંત પરેશ ધાનાણી, અમિત ચાવડા, શકિતસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા સહીતની પ્રદેશના નેતાઓ ઉ5સ્થિત રહેશે. સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠકમાં તમામ જીલ્લા અને તાલુકાના સંગઠનના હોદેદારો, લોકસભાની ચુંટણી લડેલા ઉમેદવારો, વિધાનસભાની ચુંટણી જીતેલા અને હારેલા ઉમેદવારો, સ્થાનીક સ્વરાજયની ચુંટણી લડેલા અને જીતેલા નેતાઓ ઉપરાંંત તમામ ફ્રન્ટના  ચેરમેનો હાજરી  આપશે. આ કારોબારી  બેઠકમાં વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબુત બનાવવા માટેની વ્યુહ રચના ઘડવામાં આવશે.

  • યુવક કોંગ્રેસ દ્વારા ‘ગુજરાત માંગે રોજગાર’ કેમ્પેઇન શરૂ કરાશે
  • પ્રથમ ચરણમાં કાલથી ‘રોજગાર કયાં છે’ આંદોલન: કુલ ચાર ચરણમાં અભિયાન ચાલશે

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આપી રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જોર-શોરથી ચુંટણી લક્ષી તૈયારી આરંભી દેવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ ગુજરાતના શહેરો અને ગામડાઓ ખુંટી રહ્યા છે દરમિયાન આવતી કાલથી  ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ‘ગુજરાત માંગે રોજગાર’ નામનું કેમ્પેઇન શરુ કરવામાં આવશે આ અભિયાન અલગ અલગ ચાર ચરણમાં ચલાવવામાં આવશે.આજે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા કપિલ દેસાઇ અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્ર્વનાથસિંહ વાઘેલા દ્વારા ‘ગુજરાત માંગે રોજગાર’ નામનું કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અલગ અલગ ચાર ચરણમાં હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ ચરણમાં આવતીકાળથી રાજયભરમાં ‘રોજગાર કયાઁ છે’ આંદોલન શરુ કરવામાં આવશે. જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા 47 લાખ પરિવારોને ન્યાય આપવાની માંગણી કરવામાં આવશે. કોંગ્રેસ વિધાનસભાની ચુંટણીને પ્રથમવાર ખુબ જ ગંભીરતાથી લઇ રહી છે. અને સતત પ્રજાલક્ષી કાર્યક્રમો આપી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.