Abtak Media Google News

ચિંતન શિબિરમાં કોંગ્રેસે એક પરિવાર એક ટિકિટ શહીદ અનેકવિધ મુદ્દાઓ ને અમલી બનાવ્યા હતા તો સાથ ત્રણ વિભાગો ઉભા કરવામાં આવ્યા

આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત પક્ષ બનાવવા માટે પક્ષ દ્વારા ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસે અનેકવિધ નવતર પ્રયોગો હાથ ધરવાનો નિર્ણય લીધેલો છે તો બીજી તરફ કોંગ્રેસ ને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે દિશામાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્રણ દિવસીય ચિંતન શિબિરના અંતે કોંગ્રેસ પક્ષ દ્વારા અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. ચિંતન શિબિર કરવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે કોંગ્રેસ પક્ષ હવે પોતાનો પગદંડો મજબૂત બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે અને પક્ષને સમજાયું છે કે લોકો સાથેના સંવાદ ને કોઈ દિવસ અવગણી ન શકાય જેના માટે ઓકટોબર માસથી જ લોકસંવાદ ના કાર્યક્રમો શરૂ થશે અને ભારત જોડો અભિયાનની અમલવારી શરૂ કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હતું કે કોંગ્રેસ અને લોકો વચ્ચેનો જે સંબંધ આપવામાં આવ્યો હતો તે તૂટી ગયો છે અને તેને ફરી જોડવા માટે પક્ષ દ્વારા કાર્ય હાથ ધરવામાં આવશે. બીજી તરફ પક્ષ અને લોકસભામાં વધુ મજબૂત બનાવવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે જેના ઉપર સમગ્ર પાર્ટી એક સાથે કાર્ય હાથ ધરશે. ચિંતન શિબિરમાં એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ વિચારોના મુદ્દે લડત આપી રહ્યું છે જેમાં લોકોનો સાથ અને સહકાર હોવું ખૂબ જ જરૂરી છે. સુધી પક્ષ લોકો સાથેનો સંબંધ વિકસિત નહીં કરી શકે ત્યાં સુધી ઘણી ખરી તકલીફનો સામનો પણ તેઓએ કરવો પડશે. સામે કોંગ્રેસના સોનિયા ગાંધીએ પણ આ ચિંતન શિબિરમાં ત્રણ નવા વિભાગો શરૂ કર્યા છે જેમાં લોકો સાથેનો સતત સંપર્ક સાધવામાં આવશે ચૂંટણીનું મેનેજમેન્ટ કઈ રીતે શું સારું બનાવી શકાય તે માટેનું એક વિભાગ ઊભો કરાયો છે અને દરેક કાર્યકરોને રાષ્ટ્રીય પ્રશિક્ષણ પણ આપવામાં આવશે.
કોંગ્રેસ પક્ષનું માનવું છે કે જો તમામ મુદ્દાઓ ઉપર પગ ગંભીરતાથી કાર્ય કરશે તો તેઓને આવનારા સમયમાં ખૂબ મોટા વાયદા ચૂંટણીમાં મળશે અને ચૂંટણી લડવા માટે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમાં પણ ઘણા ફેરફાર કરાયા છે જેથી કોઈપણ ને અન્યાય ન થાય અને દરેક કાર્યકરોને પૂરતો ન્યાય મળતો રહે અને પક્ષ માટે કાર્ય કરવાનું ગૌરવ રહે. તેઓએ ઉમેર્યું હતુ કે કાશ્મીર થી કન્યાકુમારી સુધી મહાત્મા ગાંધીની જન્મજયંતિ અવસરે ભારત જોડો યાત્રા કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવશે ત્યારબાદ બીજા ફ્રીઝમાં જનજાગરણ યાત્રા ચાલુ કરાશે આ યાત્રા કરવા પાછળ કોંગ્રેસ પક્ષનો સૌથી મોટો હેતુ એ છે કે પગે વાળા ના લોકો સુધી પહોંચી શકે અને તેમના વિચારોનું આદાન પ્રદાન કરી શકે.
1. કોંગ્રેસ પક્ષ ‘એક પરિવાર એક ટિકિટ’ ફોર્મ્યુલાને ધ્યાને લઇ કીટનું વિતરણ કરશે
2. કોંગ્રેસે વન પર્સન, વન પોસ્ટનો નિયમ લાગુ કર્યો 
3. કોંગ્રેસ પક્ષમાં કોઈ એક ઉમેદવાર એક પદ પાંચ વર્ષથી વધુના સમય માટે નહિ ભોગવી શકે
4. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસીમાં માં 50 ટકા અનામત રાખવાનો નિર્ધાર પક્ષ દ્વારા કરાયો
5. દરેક કાર્યકરો અને ઓફિસમાં કામ કરતાં લોકો ના કામ નું મૂલ્યાંકન કરવા એસેસમેન્ટ વિંગની શરૂઆત કરાશે
6. ઇલેક્શન સમયે લોકો ના પ્રતિભાવો અને તેમના વિચારો માટે પબ્લિક ઇનસાઈટ વિભાગની પણ શરૂઆત કરાસે
7. દરેક ખાલી પડેલી જગ્યા ૯૦થી 120 દિવસમાં ભરવા માટેની જવાબદારી પણ પક્ષે સ્વીકારી
8. સંવાદ યોગ્ય રીતે સાધી શકાય તે માટે કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ અને કાર્યકરો માટે રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગની પણ શરૂઆત કરવામાં આવશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.