Abtak Media Google News
  • રઘુકુળ રીત સદા ચલી આયી પ્રાણ જાય પણ વચન ન જાય
  • ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં રામનગરીએ સજ્યા સોળે શણગાર

સમગ્ર વિશ્ર્વમાં સૌથી મોટુ લોહાણા મહાજન દ્વારા તા.21 મે થી 29 મે દરમ્યાન “શ્રી રામનગરી” ચૌધરી હાઇસ્કૂલ રાજકોટ ખાતે શ્રીરામકથાનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભુપેન્દ્રભાઇ પંડ્યા મુંબઇ વ્યાસાસને બિરાજશે અને ભાવિકોને શ્રીરામકથાનું રસપાન કરાવશે. ભવ્યાતિભવ્ય રામકથાની વિગતો આપતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ જણાવે છે કે રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન થઇ રહ્યું છે અને તે પણ કોર્પોરેટ ટચ સાથે વિશાળ ડોન હજારો લોકોનો સમાવેશ થઇ શકે તેમજ પંખા, સ્પ્રિગલ, એલઇડી અનેક સુવિધાઓથી ભરપૂર સગવડતા સાથે આયોજન કરેલ છે.

Dsc 2732 Scaled

શ્રીરામકથાના નવ દિવસ દરમ્યાન “શ્રીરામનગરી” ચૌધરી હાઇસ્કૂલ મેદાન ખાતે હજારો લોકો ભક્તિરસમાં તરબોળ થશે અને દરરોજ દિવસના અંતે કથા વિરામ બાદ આકર્ષક મેનુ સાથે પ્રસાદની વ્યવસ્થા “રામરોટી પ્રસાદ ઘર” રાખવામાં આવી છે. કથાનો સમય સાંજે 4:30 થી 8:30 સુધીનો હોય આવનાર દરેક ભક્તને કથા મંડપમાં પીવા માટે 500 મીલીની મિનરલ વોટરની એક બોટલ પણ આપવામાં આવશે. ઐતિહાસિક મહત્વ ધરાવતી રામકથાના સુચારૂ અને સચોટ આયોજન માટે શ્રીરાજકોટ લોહાણા મહાજનના હોદેદારો અને મહાજનના બંધારણ સલાહકારો પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો.હિમાંશુભાઇ ઠક્કર, ઓડિટર ધવલભાઇ ખખ્ખર ટ્રસ્ટીઓ ડો.પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, હરિશભાઇ લાખાણી, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્ખર, શ્યામલભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્ખર જ્ઞાતિ શ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રાએ રામકથાના અલૌકિક આયોજનને સફળ બનાવવા ખાતરી આપી હતી.

કથા પ્રારંભ પોથી યાત્રા કાલે સાંજે 4:30 શ્રીપંચનાથ મહાદેવ મંદિર ખાતેથી જાજરમાન પોથીયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેના હજારોની જ્ઞાતિજનો અને સેંકડો વાહનો રંગે-ચંગે જોડાશે અને રામનગરી ખાતે પહોંચશે.  દરરોજ તમામ ઉત્સવો શ્રીરામ જન્મોત્સવ, સીતા-રામ વિવાહ, વનગમન, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, હનુમાન પ્રાગટ્ય, સુંદરકાંડ, રામેશ્ર્વર પુજન, શ્રીરામ રાજ્યાભિષેક, કથા વિરામ તથા દરરોજ સાંજે શ્રીરામકથાના સમાપન પછી પ્રસાદ લઇ ને રાત્રે રામનગરીમાં સંગીતના સૂર પૂરાશે. ઐતિહાસિક રામકથા માટે દાતાઓએ પણ એક યા બીજી રીતે દાનનો રીતસર ધોધ વરસાવ્યો હોવાનું અને જે સતત ચાલુ જ હોવાનું રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું. રામકથાના મુખ્ય યજમાન તરીકે લોહાણા, મહાપરિષદ અને રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ દાનવીર અને દીર્ઘદ્રષ્ટા સ્વ.જયંતિલાલ ગોવિંદજી કુંડલીયા, સ્વ.જસવંતીબેન કુંડલીયા તથા સ્વ.મીનાબેન કુંડલીયાના પરિવારજનો પવિત્ર વાતાવરણમાં પુણ્યનું ભાથું બાંધશે.

માત્રને માત્ર કોઇ જીવ પોકારતુ હશે એટલે ઇશ્ર્વરીય સંકેત સાથે રામકથાનું આયોજન: રાજુભાઇ પોબારૂ

Img 20220520 Wa0015

શ્રીરામનગરી ચૌધરી હાઇસ્કૂલ ખાતે ‘રામકથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમ્યાન ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ગંભીર પરિસ્થિતિ દર્દીની ચહલ-પહેલ વધી હતી. હજારો લોકો મોતના મુખમાં હોમાયા હતા ત્યારે આજ સ્થળથીએ મૃત્યુઆત્માને મોક્ષ મળે તેવા એટલે ઇશ્ર્વરીય સંકેત તેમજ માત્રને માત્ર કોઇ જીવ પોકારતું હશે એટલે સાથે અહિં રામકથાનું આયોજન કર્યું છે. બે દશકા બાદ આવુ વિશાળ આયોજન થયુ ત્યારે આજના આયોજન મહત્વ વધી જાય છે.

400 પરિવારોને અનાજકીટ વિતરણ કરી રામકથાના આયોજનને આખરી ઓપ અપાયો

રાજકોટ લોહાણા મહાજન દ્વારા ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં રામનગરીમાં શ્રીરામકથાના આયોજનને આખરી ઓપ આપવાના હેતુ સાથે ગઇકાલે રાજકોટ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના 400 જેટલા જરૂરીયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ રામનગરી ખાતે કરવામાં આવ્યું હતું. અનાજ કીટમાં ખાંડ, ચા, તેલ, ઘી, બેસન સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.