Abtak Media Google News

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે 2.10એ બજેટ શરૂ થયું છે. નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં રહેતા શ્રમિકોને ફાયદો કરતી જાહેરાત કરાઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બાંધકામ શ્રમિકોને બસમાં મુસાફરી કરવા સરકાર સહાય આપશે અને રૂ. 50 કરોડ ફાળવવામાં આ્યા છે.

Advertisement
  • 108 સેવાને વધુ સુદ્રઢ કરવા 150 નવી એમ્બ્યુલન્સ ખરીદવા 27 કરોડની જોગવાઈ
  • સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પૉલિસી અંતર્ગત અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.20 કરોડની જોગવાઈ
  • કોલેજમાં પ્રવેશ મેળવવા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના હેઠળ ટેબલેટ આપવા 200 કરોડની જોગવાઈ
  • આયુષ્યમાન ભારત યોજના માટે 450 કરોડની જોગવાઈ
  • સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે 2000 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11243 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આગંણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને ફલેવર્ડ મિલ્ક પૂરૂ પાડવા 342 કરોડની જોગવાઈ
  • બાળ અને મહિલા વિકાસ માટે 3150 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11243 કરોડની જોગવાઈ
  • કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા 400 કરોડની જોગવાઈ
  • સુક્ષ્મ સિંચાઈ યોજના માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ટ્રાફિક સમસ્યા હળવી કરવા 500 કરોડની જોગવાઈ
  • પીવાના પાણી માટે નગરપાલિકાઓને 500 કરોડની જોગવાઈ
  • કૃષિ યુનિવર્સીટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ 750 કરોડની જોગવાઈ
  • સાત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના 404 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચન શેડ બનાનવા 10 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 1142 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સૌની યોજના માટે 1710 કરોડની જોગવાઈ
  • અટલ ભૂજલ યોજના માટે ઉત્તર ગુજરાત અને કચ્છના 24 તાલુકાઓને પાંચ વર્ષ માટે 757 કરોડની જોગવાઈ
  • નવસારી, રાજપીપળા, પોરબંદરમાં 3 નવી મેડિકલ કોલેજ બનાવવા માટે 125 કરોડની જોગવાઈ
  • સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને રમત ગમતની સુવિધીઓ માટે 250 કરોડની જોગવાઈ
  • 7000 નવા વર્ગખંડોના બાંધકામ માટે 650 કરોડની જોગવાઈ
  • સ્માર્ટ ટાઉન બનાવવા રૂ.4544 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13440 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના માટે 1105 કરોડની જોગવાઈ
  • નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડની જોગવાઈ
  • પોલીસ આવાસ માટે 288 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે 1142 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 1142 કરોડની જોગવાઈ
  • કડાણા દાહોદ પાઈપ લાઈન પૂર્ણ થવા આવ્યું છે, વધારાની લાઈન લંબાવાશે જે માટે 103 કરોડની જોગવાઈ
  • બનાસકાંઠામાં થરાદથી સીપુ ડેમ સુધી પાઈપલાઈન નાંખવા 225 કરોડની જોગવાઈ
  • ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર સિંચાઈ યોજના માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ
  • મિલો સાથે જોડાણ કરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે 25 કરોડની જોગવાઈ
  • ખેત ઉત્પાદનોને રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા સહાય માટે 10 કરોડની જોગવાઈ
  • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ
  • દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલના હાલોલમા સ્થાપવા 12 કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહન વ્યવહાર માટે 1397 કરોડની જોગવાઈ
  • 7 નવા બસ સ્ટેશનો માટે 30 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ માટે 13440 કરોડની જોગવાઈ
  • પાંજરાપોળોના વિકાસ માટે 100 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને 0% વ્યાજે લોન આપવા માટે 1000 કરોડની જોગવાઈ
  • કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 7423 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે કુલ 31955 કરોડની જોગવાઈ
  • શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઈ
  • વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ
  • સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ 24321 કરોડની જોગવાઈ
  • બેટી બચાવો બેટી ભણાવોને પ્રોત્સાહન આપતી લોકપ્રિય વ્હાલી દીકરી યોજના માટે રૂ. 50 કરોડની જોગવાઈ
  • આયુષ્માને ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે રૂ. 450 કરોડની જોગવાઈ
  • પૂરક પોષણ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, બાળસખા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પુર્ણા યોજના જેવી યોજનાઓ માટે રૂ. 2000 કરોડની માતબર રકમની જોગવાઈ
  • પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસીત જાતિના અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ. 575 કરોડની જોગવાઈ
  • હોસ્પિટલ માટે આ વર્ષે રૂ. 50 કરોડની જોગવાઈ
  • * શહેરી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 4544 કરોડની જોગવાઇ
  • * જે પૈકી ભૂગર્ભ ગટર તેમજ પાણી પુવઠવાની સુવિધા ઉભી કરવા માટે રૂ. 1169 કરોડની ફાળવણી
  • * પીણાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે રૂ. 500 કરોડની જોગવાઇ
  • * મુખ્યમંત્રી સડક યોજના માટે રૂ. 500 કરોડની જોગવાઇ
  • * ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુસર ફ્લાયર ઓવર બનાવવા માટે રૂ. 500 કરોડ ફાળવ્યા
  • * શહેરોની નજીકના વિસ્તારોમાં આવશ્યક માળખાકીય સુવિધાઓ વિકસાવવા રૂ. 250 કરોડ ફાળવવામાં આવ્યા
  • * સ્માર્ટ ડાઉન યોજના હેઠળ  ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓમાંથી સ્પર્ધા દ્વારા પસંદ કરાયેલી પાંચ નગરપાલિકાઓના વિકાસ કામ માટે દર વર્ષે રૂ. 20 લેખે પાંચ વર્ષમાં રૂ. 100 કરોડ ફાળવવામાં આવશે
  • * અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કામગીરી આગળ વધારવા તેમજ ડાયમંડ સિટી સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ માટે રૂ. 406 કરોડની ફાળવણી
  • * નદીઓ અને તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા માટેના સાધનો ખરીદવા રૂ.15 કરોડની સહાય અપાશે
  • * અમૃત યોજના હેઠળ 8 મહાનગરપાલિકા અને 23 નગરપાલિકોઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીના નિકાલ, પરિવહન જેવી સુવિધાઓ માટે રૂ.800 કરોડની જોગવાઇ
  • * સ્માર્ટ સિટી મિશન હેઠળ 6 શહેરોમાં વિકાસના વિવિધ કામો માટે રૂ. 597 કરોડની જોગવાઇ
  • * એરિયા રિડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, સીસીટીવી ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે સુવિધાઓ ઉભી કરાશે
  • * યુવાનોને રોજગાર માટે તાલીમ આપવા ભારત સરકારના સ્ટ્રાઇવ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 33 કરોડની જોગવાઇ
  • * પ્રોજેક્ટમાં રાજ્યની કુલ 30 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આવરી લેવાઇ સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 200 કરોડની જોગવાઇ
  • * રેલવે ફાટકો પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા રૂ.200 કરોડની જોગવાઇ
  • * સ્વચ્છ-ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવા માટે રૂ.56 કરોડની જોગવાઇ
  • * સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલા શહેરોમાં પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓના સહાય અને કામગીરી અપાશે
  • * પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂ. 830 કરોડની જોગવાઇ, આ યોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં સૌને ઘર પૂરું પાડવાના હેતુ માટે 6 લાખ આવાસો મંજૂરી કરાયા
  • * આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ઘર-મકાન ખરીદવા માટે રાજ્ય સરકાર તરફથી મળશે રૂ.1 લાખની સહાય, બજેટમાં સહાય આપવા રૂ. 50 કરોડની જોગવાઇ
  • * ફાયર સ્ટેશનો માટે અત્યાધુનિક સાધનો વસાવવા રૂ. 106 કરોડની જોગવાઇ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.