Abtak Media Google News

સેન્સ પ્રક્રિયા દરમિયાન 20 દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી: મહિલા માટેની બેઠક અનામત હોય રૂપાબેન સિંધવ લગભગ ફાઇનલ

શહેરના વોર્ડ નં.15ની બે બેઠકો માટે આગામી 6 ઓગસ્ટના રોજ ચુંટણી યોજાવાની છે. આજે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે. ઉમેદવારો નક્કી કરવા માટે ગઇકાલે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 દાવેદારોએ ચુંટણી લડવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. મહિલા માટેની બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત હોય એકમાત્ર નામ રૂપાબેન સિંધવનું ચર્ચાઇ રહ્યું છે.

Advertisement

ગઇકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય અને કિશોરભાઇ રાઠોડ દ્વારા વોર્ડ નં.15ની બે બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચુંટણી લડવા ઇચ્છુકોને સાંભળવા આવ્યા હતા. બપોરે ત્રણ કલાક સુધી ચાલેલી સેન્સ પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 કાર્યકરોએ ચુંટણી લડવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. રત્નાભાઇ મોરી, ધીરૂભાઇ સરવૈયા, કેતન કુમાર ખાણીયા, શરદ તલસાણીયા, સોમાભાઇ ભાલીયા, તુલસીભાઇ મકવાણા, રૂપાબેન સિંધવ, વરજાંગ હુંબલ, કાળુભાઇ હેરભા, નિલેશભાઇ હેરભા, મહેશભાઇ બથવાર, નાનજીભાઇ પારઘી અને મૌલિકભાઇ પરમારે ચુંટણી લડવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.

મહિલા માટેની બેઠક અનુસુચિત જનજાતિ કેટેગરીના મહિલા ઉમેદવાર માટે અનામત હોય માત્ર એક જ નામ રૂપાબેન સિંધવનું આવ્યું હોય તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તે લગભગ ફાઇનલ મનાઇ રહ્યું છે. પુરૂષ કેટેગરી માટે વરજાંગભાઇ હુંબલનું હાલ સૌથી આગળ ચાલી રહ્યું છે. તમામ નામો હાલ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ મોકલી દેવામાં આવ્યા છે. આગામી બે થી ત્રણ દિવસમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. ફોર્મ ભરવાની મુદ્ત આગામી 22મીના રોજ પૂર્ણ થઇ રહી ભાજપના ઉમેદવારો સંભવત: 20 અથવા 21મી જુલાઇના રોજ ઉમેદવારી ફોર્મ ભરે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.