Abtak Media Google News

સુરત સમાચાર

રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે આજ રોજ સુરતના અડાજણ ડેપો ખાતે સુરત એસટી વિભાગની 20 જેટલી નવી બસોનું લોકાર્પણ કરી મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો. મંત્રી હર્ષ સંઘવી અને દર્શના જરદોશ તેમજ મેયર સહિતના મહાનુભાવોએ નવી સરકારી બસમાં મુસાફરીનો આનંદ માણ્યો હતો. આ સાથે જ લોકલ ફોર ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા ફૂટપાથ પર વેચાણ થતાં દિવડાઓની ખરીદી કરી ડિજિટલ પેમેન્ટ કર્યું હતું.Screenshot 10

સુરત એસટી વિભાગની સુવિધામાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. દિવાળીના સમયે મુસાફરોની સુવિધામાં વધારો થાય તે આશ્રયથી વધારાની 20 જેટલી બસોનો આજથી રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતના અડાજણ સ્થિત ડેપો ખાતેથી બંને મંત્રીઓ સહિતના મહાનુભાવો દ્વારા નવ નિર્મિત 20 જેટલી બસોનું પૂજાવિધિ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ બસોને ફ્લેગ આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. નવી બસોની શરૂઆત થતાં મુસાફરોની સુવિધામાં પણ વધારો થયો છે. હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી દર્શના જરદોષ, સુરત મેયર દક્ષેશ માવાણી સહિત અન્ય પદાધિકારી અને એસટી વિભાગના નિયામક અધિકારીઓ દ્વારા નવનિર્મિત સરકારી બસમાં મુસાફરી કરવાનો આણંદ માણ્યો હતો.Screenshot 11

બીજી તરફ લોકલ ફોર ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમજ દર્શના જરદોશે અડાજણ પાટિયા ખાતે બસમાંથી ઊતરી ફૂટપાથ પર વેચાણ થતા દીવડાઓની ખરીદી કરી હતી. એટલું નહીં જ નહીં મંત્રી હર્ષ સંઘવીએ દીવડાની ખરીદીનું પેમેન્ટ પણ ડિજિટલ રીતે કર્યું હતું. આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના વિચારોને આગળ વધારતા નાના મોટા વર્ગના તમામ વેપારી અને તેમના પરિવારોની દિવાળી ખુશ મંગલ નિવડે તે માટે દિવાળીની સામગ્રીની ખરીદી કરવામાં આવી રહી છે.

વિદેશી વસ્તુઓની ચમકમાં આવીને આપણા દેશની કલાની કોઈ ભૂલી ન જાય તે માટે લોકલ ફોર ઇન્ડિયાની નેમ સાથે આ ખરીદી ભાજપના કાર્યકરો સામાજિક સંસ્થાઓ અને સૌ કોઈ લોકો સાથે મળીને કરી રહ્યા છે. રાજ્યના તમામ લોકોની દિવાળી ખુશ મંગલ નીવડે તેવા પ્રયાસ અમે કરી રહ્યા છે. યાતાયાતના નવા સાધનોનો આજે ઉમેરો કરી 20 નવી બસોની શરૂઆત કરવામાં આવી છે. જે બસોની સંખ્યા આગામી દિવસોમાં પણ વધારવામાં આવશે.

ભાવેશ ઉપાધ્યાય

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.