Abtak Media Google News

કાલથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા

ગુજરાતમાં સિઝનનો 86 ટકા વરસાદ વરસ્યો છે. હજુપણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદની ઘટ છે. ગતવર્ષે અત્યાર સુધીમાં 104 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં ફરી વરસાદી સિસ્ટમ મજબૂત થતા આ 20 ટકા વરસાદની ઘટ પણ પૂરાઈ જશે તેવુ લાગી રહ્યું છે.  આવામાં આ વરસાદની સિસ્ટમ ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ લઈને આવશે.

સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,11 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે.

ગુજરાતમાં સિઝનનો 86 ટકા વરસાદ વરસ્યો છે. હજુપણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદની ઘટ છે. ગતવર્ષે અત્યાર સુધીમાં 104 ટકા વરસાદ વરસ્યો હતો. તો 49 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધારે 117 ઈંચ વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં સૌથી વધુ 41 ટકા વરસાદની ઘટ છે.

આ જિલ્લામાં વરસાદની ઘટ

  • ગાંધીનગરમાં 41 ટકા
  • દાહોદમાં 41 ટકા
  • વડોદરામાં 33 ટકા
  • નર્મદામાં 30 ટકા
  • પંચમહાલમાં 28 ટકા
  • અરવલ્લીમાં 28 ટકા
  • અમદાવાદમાં 27 ટકા

100 ટકાથી વધુ વરસાદ

  • જૂનાગઢમાં 153.42 ટકા
  • કચ્છમાં 136.69 ટકા
  • ગીર સોમનાથમાં 132.41 ટકા
  • રાજકોટમાં 114.87 ટકા
  • જામનગરમાં 112.15 ટકા
  • ભાવનગરમાં 106 ટકા
  • દેવભૂમિ દ્વારકામાં 110 ટકા
  • પોરબંદરમાં 100 ટકા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.