Abtak Media Google News

જયારે તમે મિલ્કતની ખરીદી કરતા હોય ત્યારે મિલ્કત વેચનારે પોતાનું આધાર-પાન લિંક કરાવ્યું છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે કારણ કે, જો આધાર-પાન લિંક નહીં હોય તો ખરીદી પર 20% ટીડીએસ ચૂકવવો પડશે.

ઈન્‍કમ-ટેક્‍સ એક્‍ટની જોગવાઈઓ અનુસાર રૂ. ૫૦ લાખ કે તેથી વધુ કિંમતની કોઈપણ મિલકત ખરીદનારે કેન્‍દ્ર સરકારને 1% ટીડીએસ અને વેચનારને કુલ કિંમતના 99% ચૂકવવા પડશે, જે પાછળથી ક્રેડિટ તરીકે તેનો દાવો કરી શકે છે.

આઈટી વિભાગે 50 લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટી ખરીદનારાઓને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું

આધાર અને પાન કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા પૂરી થયાના લગભગ છ મહિના પછી, આઈટી વિભાગે 50 લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટી ખરીદનારા ખરીદદારોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે, તેમને તેમની ખરીદી પર 20% TDS ચૂકવવાનું કહ્યું છે.

ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સના જણાવ્‍યા અનુસાર, સેંકડો પ્રોપર્ટી ખરીદનારાઓને આવી નોટિસ મળી છે કારણ કે પ્રોપર્ટીના વેચાણકર્તાએ તેમના પાનને આધાર સાથે લિંક કર્યું નથી.

તેથી ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સે કોન્‍ટ્રાક્‍ટરો, બ્રોકર્સ, પ્રોફેશનલ્‍સ ઉપરાંત પ્રોપર્ટી વેચનારાઓ પર દબાણ કર્યું છે કે જેથી તેઓનું પાન અને આધાર લિંક હોય.

મોટા ભાગના કિસ્‍સાઓમાં મિલકત વેચનારનું પાન કાર્ડ નિષ્‍ક્રિય થઈ જાય છે કારણ કે તેને આધાર સાથે લિંક કરવામાં આવ્‍યું નથી હોતું તેથી, જેનું પાનકાર્ડ નિષ્‍ક્રિય છે એવા વિક્રેતા પાસેથી રૂ. 50 લાખથી વધુની મિલકત ખરીદવા બદલ ટીડીએસ બાકી ચૂકવવા માટે ખરીદદારોને થોડા મહિના પછી નોટિસો મળી રહી છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.