Abtak Media Google News

કરચોરો પાસેથી મિલકત ટાંચમાં ન લેવાતા છેલ્લા 5 વર્ષની વસૂલી બાકી: કેગ

એક તરફ દેશની પાર્થ વ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવતા હોય છે ત્યારે આવકવેરા વિભાગની વાત કરવામાં આવે તો વર્ષ 2017-18 થી બાકી રહેલા 11 લાખ કરોડ રૂપિયા ડૂબી જાય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે જેને લઇ કેગ એટલે કે કંમટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા એ બીપી પણ વ્યક્ત કરવામાં આવી છે કે યોગ્ય વસુલાત છેલ્લા પાંચ વર્ષથી થઈ ન હોવાના કારણે આ રકમને વસૂલવી ખૂબ અઘરી સાબિત થશે. વેરા વિભાગ દ્વારા જ્યારે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવતું હોય ત્યારબાદ જે તે ગુનેગાર એટલે કે આરોપીની મિલકત કાચમાં લેવા માટેનો જે સમય નિર્ધારિત થયેલો છે તે ન થતાં આ નુકસાની આવકવેરા વિભાગને વેચવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ થી મિલકતને એટેચ કરવા માટેના ઓર્ડર ની તારીખ વચ્ચે 208 દિવસથી 1220 દિવસ જેટલો સમય લાગતો હોય છે પરિણામે જે વસૂલવા માટેની જે કર હોય તે સરળતાથી થઈ શકતું નથી અને તે સમયગાળા દરમિયાન કરચોળો દ્વારા અનેકવિધ રીતે છટકબારી ગોતી લેવામાં આવતી હોય છે. વર્ષ 2013-14 ની સરખામણીમાં વર્ષ 2017-18 સુધી બાકી નાણાં પેટે આશરે સાડા પાંચ લાખ કરોડનો વધારો નોંધાયો છે. ત્યારે કેગ દ્વારા એ વાતની ગંભીરતાને ધ્યાને લઈ જણાવવામાં આવ્યું છે કે બાકી રહેતા 11 લાખ કરોડ રૂપિયા માંથી 98 ટકા જેટલી રકમની વસુલાત કરવી હવે અશક્ય સાબિત થઈ શકે છે. આ વાતને ગંભીરતાને લઇ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ તેમની કાર્યપ્રણાલીમાં બદલાવ લાવે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.