Abtak Media Google News

ચુકાદો સાંભળતા જ આસારામ ભાંગી પડયો’તો: જોધપુર જેલના સુપ્રિટેન્ડેન્ટ

જોધપુરની કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં આસારામને દોષીત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ કેસમાં આસારામને બચાવવા ૨૧-૨૧ વકીલોની ફોજ ઉતરી હતી છતાં પણ તેમને હંફાવી દેવાયા છે. આસારામે કેસની સુનાવણી દરમિયાન વકીલોને ‘મને બહાર કાઢવા કંઈક કરો’ તેવા પોકાર કર્યા હોવાનું જાણવા મળે છે.

આ મામલે જોધપુર જેલના સુપ્રીટેન્ડેન્ટ વિક્રમસિંઘે કહ્યું હતું કે, ચુકાદા બાદ આસારામ તૂટી પડેલો જણાતો હતો. તેણે કહ્યું હતું કે, હવે ઉપલી કોર્ટમાં અપીલ કરાશે. ચુકાદો સાંભળતી વખતે આસારામ નર્વસ હતો. તેણે ચુકાદા દરમિયાન વકીલોને કહ્યું હતું કે, કંઈક તો કરો.

અહીં ઉલ્લેખનીય છે કે, બની બેઠેલા સંત આસારામને ૧૬ વર્ષીય સગીરા પર બળાત્કારના કેસમાં દોષીત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ૨૦૧૩માં શાહજહાંપુરની મુળ વતની અને આસારામના છીંદવાળા ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરાએ આરોપ મુકયો હતો કે, ૧૫મી ઓગષ્ટની રાત્રે આસારામે જોધપુર નજીક તેમના આશ્રમમાં બળાત્કાર ગુજાર્યો હતો. જેના પગલે કેસ દાખલ કરી આસારામની ધરપકડ કરવામાં આવી હતી.

આસારામના આ કૃત્યમાં સા આપનાર સંચિતા ઉર્ફે શિલ્પી, શરદચંદ્ર ઉર્ફે શરતચંદ્ર, પ્રકાશ ઉર્ફે શિવા ઉર્ફે સવારામની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે આ કેસમાં આસારામ, શિલ્પી અને શરદચંદ્રને દોષીત ઠેરવ્યા હતા. જયારે પ્રકાશ અને શિવાને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.