Abtak Media Google News

રૂ.૬૪ હજાર રોકડા, ૮ બાઇક અને ૧૮ મોબાઇલ મળી રૂ.૨.૩૮ લાખનો મુદામાલ કબ્જે

ચોરવાડ તાલુકાના ગડુ ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૨૧ શખ્સોને રૂ.૨.૩૮ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગડુ ગામે અલ્લરખા ઇબ્રાહીમ, ફિરોજ અલી, નાસીર હાજી, હરેશ ગૌરીશંકર, મહંમદ ઇબ્રાહીમ, અલ્લારખા આબેબખાન, ધમેન્દ્ર દુર્લભદાસ, માંગરોળના ઇસ્માઇલ હુસેન, સુલેમાન ઇસ્માઇલ, હનિફ હાસમ, હનિફ મહંમદ, અબ્બાસ સુલેમાન, સમઢીયાળાના ધનસુખ રામા, પંકજ બટુક, બુધેચાના રસુલ જમાલ, પ્રતાપ પીઠા, ભંડો‚ના યુસુફ ઉમર, મનસુખ વલ્લભ, ખોરાદા કાંતી જેઠા, જડખાના શરીફ હાસમ, શાપુરના કિરણ બાબુ અને જગા પુના નામના શખ્સોની હેડ કોન્સ્ટેબલ હેમજી અખેડ સહિતના સ્ટાફે ધરપકડ કરી રૂ.૬૪ હજાર રોકડા, આઠ બાઇક અને ૧૮ મોબાઇલ મળી રૂ.૨.૩૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.