Abtak Media Google News

જેતપુર નગરપાલિકાની સામાન્ય સભા બોલવામાં આવી હતી જેમાં ૪૪ સભ્ય પૈકી ૪૨ સભ્યો હાજર રહ્યા હતા અને બોર્ડમાં તમામ મુદ્દાઓ બહુમતી થી પસાર કરવામાં આવ્યા હતા. પાલિકાના પ્રમુખ કુસુમબેન સખરેલીયાના અધ્યક્ષ સ્થાને બોર્ડ શરૂ થયેલ હતું અને અલગ અલગ ૨૭ મુદ્દે એજન્ડા મુજબ અનેક મુદાઓ પસાર કરવામાં આવ્યા હતા

શહેરમાં વૃક્ષારોપણ ,બેસવાના બાંકડા,ગાર્ડનમાં ચકલી ઘર,વગેરે કામોને બહાલી આપવામાં આવેલ હતી

કચરા વ્યવસ્થાપન નિયમો ૨૦૧૬ અનુસાર શહેરમાં ૫૦ માઇક્રોન થી નીચે તમામ પ્રકારના પાલસ્ટિક સદંતર બંધ કરવા ,તેમજ ખાદ્ય પદાર્થમાં વપરાતા ઘણા ખરા પાલસ્ટિકની ચીજ વસ્તુઓ સ્ટોક, વેચાણ, વપરાશ, કરવા પ્રતિબંધ મુકવા સરકારની સૂચના હોઈ પાલિકા આ અંગે જાહેરનામું બહાર પાડી વહીવટી ચાર્જ નકી વસુલવામાં આવશે

પાલિકા હદમાં આવતા મકાન દુકાન કે ઉદ્યોગો દ્વારા શહેરમાં જો કચરો કરવામાં આવશે તો નિયમ મુજબ અલગ અલગ નોટિસો તેમજ સૂચનાઓ આપી તેની પાસે દંડ અંગે જોગવાઈ નકી કરવાનો નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.