Abtak Media Google News

ઓરડીમાં ભોયરૂ બનાવી રૂ.૯૬ હજારનો દારૂ કબ્જે: બુટલેગર ફરાર

શહેરના ૮૦ ફુટ રોડ પર આવેલા ભારતનગર મફતીયાપરાના બુટલેગરે ઓરડીમાં ભોયરૂ બનાવી વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂ.૯૬ હજારની કિંમતની ૨૪૦ બોટલ વિદેશી દારૂ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભારતનગરના રહેતા અને અગાઉ ખૂન સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ઇમરાન જુસબ કાયાણી નામના બુટલેગરે ઓરડીમાં ભોયરૂ બનાવી વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પી. એસ. આઇ. સોનારા અને રામભાઇ વાંક સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.૯૬ હજારની કિંમતની ૨૪૦ બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો છે. પોલીસે ઇમરાન કાયાણીની શોધખોળ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.